________________
પ્રકરણ ૬]
* [ ૮૫ રહે, તેમજ માટે જ આરામની સંજ્ઞા સતાવ્યા કરે, એ કલંક નહિ તે બીજુ શું છે? પરંતુ (૬) આ કલંકને ય મિટાવનાર તપ છે. તપથી આહાર સંજ્ઞા મુડદાલ બનવા માંડે છે, આત્માને અનાહારિપણાને શુદ્ધ સ્વભાવ પ્રગટે સરળ બને છે. ( અલબત, આત્માના શુદ્ધ સ્વભાવ રૂપે તપનું સેવન કરવાની ધગશ જોઈએ. મનને એમ થવું જોઈએ કે હું ઉપવાસાદિ એટલા માટે કરું છું કે મારે શુદ્ધ આત્મસ્વભાવ અના હારિપણને છે, અને એ સ્વભાવને યત્કિંચિત્ પણ સેવવાને મને રસ છે. એવા અહેભાગ્ય કયાંથી કે હું બહારમાંથી નીકળી મારા સ્વભાવઘરમાં આવું ! બ્રહ્મચર્ય, ક્ષમાદિ બધું જ આત્મસ્વભાવરૂપ; અને એ સ્વભાવમાં રમતા રહેવાય એ મારે જીવનની ભારે મેટી સફળતા !”
તપ મળ્યો તે શું ન મળ્યું ?:- “બાકી તે હે પુણ્યવતી ! (૭) તપ અને રસત્યાગાદિ આ રીતે શુદ્ધ ભાવે આત્મસ્વભાવસેવનની હોંશથી સેવ્યા હોય તે એવા ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના શેક કમાવી આપે છે કે જેના કેટલીક વાર તે અહીં જ ઊંચા એવા અચિંત્યા ફળ મળે છે, અને પરલોકમાં તો અવશ્ય એવા કે એથી ય ઊંચા લાભ પ્રાપ્ત થાય છે, મેટી ચક્રવતી પણાની કે ઇંદ્રાદિની પદવી આવીને ઊભી રહે છે; પગલે નિધાન જડે છે; દેવતાઓ સેવામાં આવી લાગે છે, (૮) તપથી આમ દુકાળ વગેરે મોટા મેટા ઉપદ્રવ ટળે છે. સંસારના ઉત્કૃષ્ટ વૈભવ પૂંઠે લાગે છે, યાવત્ (૯) તીર્થંકરપ્રણાનું ઉત્કૃષ્ટ સ્થાન પણ ઊભું થાય છે. તપ એ તે તપ જ છે.