________________
[૨૯
પ્રકરણ ૨] નીચ કક્ષા અને ભાવી દીઘતિદીઘ કાળ હર્ગતિભ્રમણની આગાહી સૂચવે છે,
માટે આ સાવધાની રાખવાની છે કે ધર્મવિશ્વાસની છાયા હેઠળ કેઈને ય દ્રહ ન કરીએ.
અહીં તે રાજાનું ગળું કપાયાથી લેહી ધડ ધડ વહેતું ચાયું. રેલ કાલિકસૂરિજી મહારાજના સંથારે પહોંચ્યું ! તરત આચાર્ય મહારાજ જાગ્યા અને જુએ છે તે રાજાનું , ગળું કપાઈ ગયું છે ! અને બહુ વિનયી માનેલે શિષ્ય ત્યાં છે નહિ. વસ્તુસ્થિતિ કળી ગયા કે “આ કેઈ ભેદી દુશ્મનને દગો થયે ! પરંતુ હવે શું કરવું?
આચાર્ય મહારાજ આપઘાત કરે ?
કાલિકસૂરિજી મહારાજે તરત માપી લીધું કે જે હવે હું જીવતે રહું તે એમ જ મનાય કે રાજાનું ખૂન કરાવવા માટે જ જૈનાચાર્યને પેંતરે હતો! બસ, જૈનધર્મમાં આવા ને આવા નીચ કારસ્તાન જ રચાય છે. આમ જોનશાસનને બટ્ટો લાગે. લેક જૈન સાધુને વિશ્વાસ કરે નહિ, એ સ્થિતિ ટાળવા માટે પણ જાતે ગળું કાપી મર્યોજ છૂટકે, જેથી પછી એટલું જ જાહેર થાય કે “કેઈ દ્રોહી માણસ આવી રાજા અને આચાર્યનું ખૂન કરી ગયો.”
શાસનહીલના સર્વોપરિ નુકસાન –
આટલી જ વાર; આચાર્ય મહારાજે તરત જ છરી પિતાના ગળા પર કડક હાથે ફેરવી દીધી ને પછી એને દૂર નાખી દીધી. સવારે એમની ધામુત્રમાણે જ જાહેર થયું,