________________
એકરણ ૨૩]
[ ર૭૭. ઓળખાણ કયાં છે અને કયાં નથી? જીવની પરિણતિ કયાં શુદ્ધ થાય છે, કયાં ચોર બને છે? કયાં મૂળ પાયા પર વિકસે છે, ને કયાં પાયા વિના એમજ આંધળા અનુકરણમાં ઘસડાય છે? એની ઓળખ કરવા જેવી છે. નહિતર ઠગાવાનું થશે.
ખામેમિ સવવ જીવે” ને પાયે નાખીને “મિત્તી મે સવ ભૂસુનું ચણતર કરવાનું એકમાત્ર જિનશાસનમાં કહેવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ પણ ક્ષમાયામિ સવન સત્તાન–સર્વ જીવોને હું નમાવું છું' કહીને પછી મૈત્રી એ સર્વભૂતેષુ” “સર્વ જીવ ઉપર મારે મૈત્રી હે” એમ કહે છે. આ મૈત્રી ભાવમાં પણ મુખ્ય ઉપશમભાવ છે. આવશ્યક ચૂર્ણકાર “મિત્તી એ સવભૂસુની વ્યાખ્યા કરતાં મિત્તીને અર્થ ઉપશમભાવ કરે છે. અર્થાત્ “ચિત્તમાં સર્વ જી પ્રત્યેને ઐર-વિરોધ–ઈર્ષ્યા વગેરે કષાયભાવ શાન્ત થઈ જાઓ એ ભાવના છે. ' ઉપશમભાવ લાવવા માટે જ પ્રત્યે સ્નેહભાવ લાવવાને,
એ પણ મૈત્રીભાવ છે. શાસ્ત્રવાર્તાની ટીકામાં એ અર્થ કર્યો છે. ' ઉપશમ અને સ્નેહ પહેલા જરૂરી છે. એ હશે તે પછી જ્યાં આપણા સ્વાર્થના કામમાં બીજાને દુખ પહોંચે છે ત્યાં એ છો પરના નેહ અને ઉપશમ ભાવને લીધે એ જીવેને દુઃખ દેતાં હૈયું થડકશે, ખેદ થશે. “ક્યાં હું બધાનું ભલું ઈચ્છનારે આ જીવની વિરાધના કરી રહ્યો છું ?”-કલેજુ કંપશે, ચિત્ત પીગળશે. આ કશું લાવવું કરવું નથી પછી “સૌનું ભલું થાઓ સૌનું ભલું થાએ, એવી રટણ કેટલી કારગત થઈ શકે? પોપટપાઠ જેવું જ