________________
૨૭૦]
[ફમી પરવા જ નહિ કરવાને આગ્રહ હોય, એવા દિલમાં જીવદયાનું વહેણ ક્યાંથી વહેતું હોય? - જરાકશું કોઈથી પિતાનું વાંકું થતું દેખાયું, કે પિતાના સ્વાર્થને અગવડરૂપ લાગ્યું, કે ઝટ દિલમાં એના પ્રત્યે દ્વેષની લાગણી ઊભરાવવા જોઈતી હોય, કૂતરૂ ઘરમાં પેઠું કે દ્વેષ, રાતના ભસતું હોય કે દ્વેષ, કરો કે નેકર જરા ભૂલ્યા કે દ્વેષ, ઘરમાં કીડીઓ નીકળી કે દ્વેષ, મેંઢા પર માખીઓ ફરી ફરી આવી કે દ્વેષ, આમ નજીવી બાબતમાં પણ જ્યાં ને ત્યાં હાલતાં ચાલતાં દ્વેષ કરવા જોઈતા હોય, ત્યાં દયાની લાગણીને અભ્યાસ ક્યાંથી પડવાને ?
દયાને અભ્યાસ તે જ પડે કે જે તેવા તેવા પ્રસંગમાં કેમળ અને ભીના હૃદયે વિચાર આવે કે -
દયાની વિવિધ ભાવના –
બિચારે છવ કર્મ પીડિત, તે ભૂલે છે ! એના પર દ્વેષની આગ વરસાવનારા તે અનેકાનેક છે પણ દયાનાં અમૃત આધાસન કેણ આપે ? મને વિશ્વદયાળુ વીતરાગ ભગવાનનું શાસન અને એમની ઓથ મળી છે, તે, મારૂં કર્તવ્ય માત્ર દયા જ વહેવડાવવાનું છે. ભલે મારે જરા સ્વાર્થ બગડતે હેય, પણ તે મારા અશુભ કર્મને હિસાબ છે. સામે જીવ તે શુદ્ધ દયાનું પાત્ર છે. એવા જીવ પર પણ જે દયા જ કરવાની હોય, દ્વેષ નહિ. તે મારા ઉપકારીઓ, મારા પૂજ્ય, અને ગુણિયલ આત્માએ પ્રત્યે તે શ્રેષ કરાય જ કેમ? ત્યાં તે હૃદયમાં-ભક્તિ-બહુમાન-પ્રેમ જ વહે.