________________
૨૬૬ ]
[ રુમી.
મળે જગ જીતી જઈએ છીએ. માટે આજે બધા વિશેષ ધર્મધ્યાનમાં રહેજો....:'
કેવુ... મૃત્યુ પામવું ? —
લલ્લુભાઈ શ્રાવકે માથા પર મૃત્યુના જાણે કેાઈ જ ભાર નહિ એ રીતે શાંતિથી સમજાવ્યું. હવે કુટુંબને અહુ આઘાત શાના લગાડવાના હાય ? એ દિવસે શ્રાવકપણાની નિત્ય કરણી ઉપરાંત મદિર અને એના દ્રવ્યની ભર–ભલામણ કરી દીધી, સામાયિક, નવકાર–સ્મરણુ, તત્ત્વચિંતન વગેરેમાં દિવસ પસાર થયેા. સાંજ પડી ગયે સામાયિકમાં એઠા અને એમાં જ અવસર આન્યા જાણી અધુ વાસિરાવ્યુ', બધાને ક્ષમાપના કરી, પરમેષ્ઠીનાં ધ્યાનમાં દેહુ છેડી ગયા. કેાઈ હાય નહિ, વાય નહિ, ચિત્તની અસમાધિ-અસ્વસ્થતા નહિ, સમાધિ-મરણના વિજયડ'કો વગાડી દીધા.
શ્રાવકનાં મૃત્યુ કેવાં થાય ? જસંયોગેાને કેડીના ગણી આત્મા-પરમાત્માના જ વિચારમાં રમતા રમતા અંતકાળને ભેટ, એવાં, ‘હાય ? જિં’ઢગી ગુમાવી ! કશું સાધ્યુ" નહિ !' એવા માત્ર રાદણાં નહિ, કિન્તુ દેવ-ગુરુ-ધર્મ મળ્યાની પાકી અનુમેાદના આશ્વાસન સાથે, દેવ-ગુરુ મારા દિલમાં છે ને ? કઈ ફ઼િર રાખેલી નથી ને?–આ હૈયાધારણ હાય એવું મૃત્યુ પામે. શ્રાવકપણાનુ જીવન જ એવુ' હાય કે મૃત્યુના કોઈ ભય નહિ. મરવા પડેલા એને આશ્વાસન બીજા શુ' આપતા હતા ? એ પેાતે મીજાને આશ્વાસન આપે. પેલે હિરણ્યકરટી નગરીને રાજા તા ભયના માર્યાં ભાગી જ ગયા, કેમકે દુશ્મનસેના અચાનક ઘુસી આવી. પરંતુ સન્યાસીના કપડે આવેલા પરદેશી રાજકુ માર શુ કરે ? એ હુવે જોઈએ.