________________
પ્રકરણ ૨૧]
[ ૨૫૫ ડાકટર ચોંકી ઊઠે છે-“અરે! આટલી બધી નિર્ભયતાથી આવા અવસરે રહી શકે છે ?”
એટલે એણે પાંચ વરસના પ્રમુખને દાખલ આપે. પાંચ વર્ષ પછી જ્યાં નિર્જન દ્વીપમાં ધકેલાઈ જ જવાનું છે એવી શરતવાળે અહીં પ્રમુખ બનતાં જ બુદ્ધિમાને અડધે ખજાને ને અડધું લશ્કર મેક્લી એ નિર્જન દ્વીપમાં ધીખતા વેપારની નગરી વસાવી દીધી! પિતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું! પછી ત્યાં ધકેલાઈ જતાં શો ખેદ? એમ,
અહી જમ્યા ત્યાર્થી અજાણ્યા દ્વીપ જેવા પરલોકને સદ્ધર બનાવવાની જ પેરવી શરૂ કરી દીધી, પુણ્યશક્તિરૂપી નાણું એ માટે જ ભરચક ખચ્ચે રાખ્યું. પછી મૃત્યુ વખતે શે ડર? શે ખેદ? બસ એક જ ધૂન,–“શરીર કાયશક્તિ મળી છે તે કરો ભરપૂર ત્યાગ, તપસ્યા, સેવા વગેરે, વચનશકિત મળી છે, તે કરો પ્રભુગુણગાન, શાસ્ત્રાધ્યયન, ધર્મવાર્તા મનશક્તિ મળેલી છે, તો કરો ઉત્તમ ભાવનાઓ, નવકારસ્મરણ વગેરે, હૃદય મળેલું છે તે ભાવે નીતરતી જીવદયા; હદયમાં વસાવે અહપ્રેમ, વ્રતનિયમ, પૈસા મળ્યા છે કરે દાન, સાત ક્ષેત્રે ભક્તિ;.” જીવનભર આવી ને આવી ધૂન મચાવી હોય પછી મૃત્યુ વખતે નિર્ભય.
| દરદીએ ડાકટરને એ જ કહ્યું કે મેં પરમેષ્ઠિ નમસ્કાર વગેરેની આરાધના એવી કરી છે કે હું મૃત્યુ સામે નિર્ભય છું, સ્વસ્થ છું' આ સ્વસ્થતાના બળે એને કઈ એવી કુરણ થઈ ગઈ કે મૃત્યુ સમય વર્તાઈ ગયે, તે ડાકટર જેતે રહ્યો ને બરાબર કહેલા સમયે આનંદપૂર્વક નવકાર-મરતાં પ્રાણ છાક્યા.