________________
પ્રકરણ ૧૯]
[૨૭ ગુરુવચનથી વિરુધ્ધ હુકમ ન માનતાં ધખધખતી લેખંડની. કઢાઈ પર બેસી ખુશીથી શેકાઈ ગયા !
આવા આવા મહાપુરુષોએ મૃત્યુ શી રીતે નિર્ભયપણે વધાવ્યા હશે? જીવન જીવતાં આવો કઈ ખ્યાલ રહ્યા કરે કે “મરણ કઈ ચીજ નથી, કયારે ય પણ મરવું તે પડશે જ; એક જ વાર મરવાનું છે પછી વહેલું કે મેડું, તે પછી ભય છે ? બીવાથી થાડું જ એ ટળે છે? ઉલટું મૃત્યુ વખતે નિર્ભય રહેવાથી આનંદપૂર્વક મરી શકાય છે.”
મરણથી નિર્ભય કેમ બનાય -
એક વાત છે,કઈ પણ પળે મૃત્યુ આવે તે ફિકર નથી એવું મન બનાવવા માટે જીવનમાં ઔચિત્ય, પવિત્ર હૃદય, ક્ષમા, સૌમ્યતાદિ ગુણેને ભરચક અભ્યાસ, અને શકય એટલી ભરપૂર ધાર્મિક ક્રિયા–પરોપકારાદિની પ્રવૃત્તિ વાણી અને વિચારણા રાખવી. જોઈએ. પછી મનને એમ થશે કે “શક્ય એટલું સાધવાનું મેં નિષ્કપટ દિલે સાધ્યું છે, ગુણેને પણ શકય અભ્યાસ કર્યો છે, એટલે આજે મૃત્યુ આવે તે શું થાય એવી કઈ ફિકર નથી. સાધના અને અરિહંતના આલંબને ભાવી પરલોકે સારી ગતિ અને આથી વિશેષ આરાધના મળશે. આમ પરલેક હિતકારી ગુણે અને ધર્મનું સારું બળ ઊભું કરવા પર મૃત્યુની સામે નિર્ભયતા આવે. સારાંશ, મૃત્યુને ભય ટાળવા વારંવાર નિર્ભયતાની ભાવના અને પરલેક-હિતકારી બળ ઊભું કરવું જોઈએ. નહિતર કાંઈ એકાએક એ ઉપરથી ટપકી નહિ પડે.