________________
૧૨]
[ સમી ગયા ને? એનું મૂળ છુષ્યને ચડસ. ઈર્ષ્યા અને સાધુનું ગુણસ્થાન, બેની કડી મળે એવી દેખાય છે? ના, છતાં કડી મળી ! કારણ આ જ કે ઈષ્યની પાછળ એવી જાતની પરંપરા ગોઠવાઈ જાય છે. અહીં જરા મૂળથી જુઓ, કડી કેમ ગોઠવાઈ ગઈ?
શ્રુતકેવળી શ્રી સંતિવિજ્ય આચાર્યના ચાર શિષ્ય જુદા જુદા સ્થળે ચોમાસું ગાળવા આજ્ઞા માગીને ગયાએક સિંહની ગુફા પાસે, એક સર્પના બીલ પાસે, એકકૂવાના ભારવટિયા પર, અને શ્રી સ્થૂલભદ્રજી પરિચિત પ્રેમાળ કેશા વેશ્યાને ત્યાં. પહેલા ત્રણ કાઉસ્સગ્નધ્યાને રહેતા. માસું પૂર્ણ કરીને આવ્યા; ગુરુએ એમને દુષ્કરકારક શબ્દથી વધાવ્યા. સ્થૂલભદ્રજી આવ્યા, તે એમનું “દુષ્કર દુષ્કારકારક શબ્દથી અભિનંદન કર્યું. ,
દુષ્કર શું? દુષ્કર દુષ્કર શું? (સિંહગુફાવાસી સુનિ)
વિચારો જરા, દુષ્કર શું? દુષ્કર દુષ્કર શું? સિંહની ગુફા પાસે રહેવું ત્યાંથી રોજ સિંહ આવ જા કરે, માને કે બહારથી આવે ત્યારે ખાઈને આવે ત્યાં તે હજીય ગભરામણ થાય, પણ બહાર નીકળે ત્યારે તે ભૂખે નીકળે ને? મુનિએ ત્યાં રહેવાનું અને તે લાંબા કાઉસ્સગ્ગ ધ્યાને! મેટા સિંહને જોઈ ફડફડાટ ન થાય? કદાચ ૧-૨-૪ દિ સિંહ એમજ ચાલ્યા ગયે તે ય શું ? જાત કોની? કુર ઘાતકી જંગલી પશુની! સિંહની ! ગભરાટ ન રહે? પરંતુ નકકી કરી રાખ્યું છે કે શરીરનું ગમે તે થાઓ, સિંહના