________________
પ્રકરણ ૧] ઘર સંસાર પર બહુમાન ન હોય, તથા (૩) સર્વત્ર ઉચિત મર્યાદાનું પાલન જળવાતું હોય. આ આત્મદશા શી રીતે આવે ? મૂળ, અનંતાનુબંધી કષાય બહુ મંદ પડે ત્યારે જ તે. જેમ જેમ કષાય છે તેમ તેમ ગુણસ્થાનક વધે.
હવે અનંતાનુબંધી કષાયના અનુભવને તદ્દન અટકાવી દેવામાં આવે એટલે સાથે મિથ્યાત્વ–મેહનીય કર્મ પણું દબાય, અને બંનેના વિપાકેદય સ્થગિત થતાં ચતુર્થ ગુણસ્થાનક અવિરત સમ્યદષિનું પ્રાપ્ત થાય, એટલે કે સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય. - -
આગળ અપ્રત્યાખ્યાનીય વગેરે કષાય દબાવતાં દેશવિરતિ આદિ ગુણસ્થાનક પ્રાપ્ત થતાં આવે છે. દશમે ગુણસ્થાનકે અંતે સર્વથા કષાય નાશ કરી દેતાં ક્ષીણુમેહ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય છે. બસ પત્યું, આટલું થતાં તે બારમે ગુણસ્થાનકે અંતર્મુહૂર્તમાં અંતે સમસ્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મને નાશ થતાં તેરમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે કેવળજ્ઞાન-કેવળદર્શને પ્રગટ થાય છે. તે એ વિના તે મોક્ષ છે જ ક્યાં?
એટલે વાત આ જ આવીને ઊભી રહે છે કે સંસારથી મુક્તિ જોઈતી હોય તે કષાયને ઓછા કરતા આવે, કષાયથી મુક્ત બનતા ચાલે. બેલે, “કષાયમુક્તિ કિલ મુક્તિરેવ.” કષાયથી છૂટકારો એજ મેક્ષ. મેક્ષ માર્ગની વિવિધ સાધના કરે; પણ આ લક્ષ રાખવું જોઈશે કે એથી આપણુ કષાય ઓછા થતા આવે છે ને? તે જ ઉપરના ગુણુસ્થાનકે ચઢાય, ;