________________
૧૪૪ ]
રુક્મી
પધરાવેલ' રસ વગેરે થા દ્વારા આત્મપ્રદેશ સાથે એકમેક થાય છે. તા એ મશાલા આત્મા સાથે એકમેક થયેલા વાસનાને કેમ ઉત્તેજિત નહિ કરે ? સમજી જ રાખવુ' જોઇએ કે રસકસ જરૂર અસદ્ વીŕોજન કરશે, એથી ચિત્તાના વિશુદ્ધ ભાવને ધક્કો લગાડશે, વિકારી ભાવને જગાડશે. પછી વ્યવહાર આદિ બંધનથી કદાચ કાયિક તેવું અકૃત્યાચરણ નહિ થાય, તે ય દિલમાં એક પ્રકારનું મધુરૂ' આકષ ણ ઊભું કરશે, કદાચ કયાંય વાણીમાં ય એ ટપકી પડશે, અને સંભવ છે દૃષ્ટિમાં પણ એ ઝેર ઊતરશે.
વિગઇએના સેવનથી પુષ્ટ કરાયેલા આત્મપ્રદેશ થનગનતા બને છે. એને થનગનાટ કામરાગને પાપે છે, જે એક યા બીજા રૂપે મન-વચન કે કાયાના વિકારી ચેાગમાં ઊતરે છે, અર્થાત્ વિકારી વિચાર-વાણી-વર્તાવ પ્રવર્તાવે છે.
આવુ' જ સ્ત્રીનાં અ ગોપાંગદન, વચન–શ્રવણુ, સ્ત્રીકથા, કામકથાશ્રવણ-વાંચન વગેરેમાં પણ થાય છે. અરે પૂર્વની તેવી કામચેષ્ટાનાં સ્મરણમાં પણ બને છે.
હવે વિચારો આજના સચેાગેા. જ્યાં ને ત્યાં રેડિયામાં સ્ત્રીનાં મધુર ગીત ગવાતાં સાંભળવા મળે, જાહેર રસ્તા પર સ્ત્રી એનાં ખુલ્લાં અંગેાપાંગ જોવા મળે, છેકરાઓને છેકરીઓનાં સહશિક્ષણ-સહવાસ મળે, છાપાં-નેવેલ-નવલિકાઓમાં ભરપૂર સ્ત્રીકથા વાંચવા મળે, આજના મર્યાદા બહારના સંસાર-વ્યવહારમાં સ્ત્રીઓ સાથે વાતચીતે મળે, બ્રહ્મચર્ય કે સદાચારની ભાવના સામે આ ખુલ્લા બળવાસમા સંચાગેાના સેવનમાં એ પવિત્ર ભાવ કયાં ઊભા રહી શકે ? પવિત્ર ભાવતું કાસળ જ નીકળી જાય.
....