________________
પ્રકરણ ૧૦ ]
[ ૧૪૩ ભરોસે કરે નહિ. “ના હું તે બહુ મક્કમ છું, સારી ભાવનાવાળ છું, નિમિત્ત મને શું કરનાર હતું? આવા વિશ્વાસે જરાય રહેવા જેવું નથી. કેમકે નિમિત્ત ચીજ એવી છે કે ચાહીને એના સંપર્કમાં જાઓ એટલે દિલની ભાવના ફેરવી નાખે.
અસત નિમિત્તના અવસરે આ ખાસ યાદ જોઈએ, કે, હું હજી વીતરાગ નથી બન્યું. એટલે મારા આત્મામાં મેહનયનાં વિવિધ કમંદળિયાં સાગત પડેલાં જ છે. એના “નિષેક મુજબ, અર્થાત ક્રમસર સમયે સમયે ઉદયમાં આવવાની થયેલી રચનાનુસાર, એ એ ઉદયમાં પણ આવ્યે જ જાય છે. માત્ર મારી સાવધાનીને લીધે એ પિતાને વિપાક દેખાડવાને બદલે એમજ ઉદય પામી આત્મા પરથી છૂટાં થઈ જાય છે. પરંતુ જે અનુકૂળ નિમિત્તા મળ્યું તે સાવધાની ક્ષણભર સૂતી રહેશે અને કમને વિપાકેદય થતાં વાર નહિ લાગે.”
–આ ખ્યાલ જાગતે રહેવું જોઈએ. ખાસ કરીને તેવાં દર્શન કે તેવાં વાંચન, યા શ્રવણ કે સ્મરણ વખતે તે વિશે રાખવાને. એટલે આપણું ચાલે તે એવાં નિમિત્તથી ખસી જઈએ. જ્ઞાનીઓએ બ્રહ્મચર્યની નવ વાડ અમસ્તી સેવવાનું નથી કહ્યું. સમજીને જ કહ્યું છે કે નવ વાડનું પાકું પાલન કરે. બ્રહ્મચર્ય ભાવને ધક્કો લગાડે એવાં એ નિમિત્તોથી દૂર જ રહો.”
આહારની આત્મા પર અસર :
દા. ત. એક વાડ એ કહી કે “પ્રણીત આહાર ન કરે.” પ્રણીત એટલે દૂધ-ઘી-દહીં વગેરેથી લચબચતે. ઉદરમાં એ વિગઈઓ ઠલવાય તે એને ભાવ ભજવ્યા વિના રહેશે? પિટમાં