________________
૧૨૪]
[ રુમી નહિતર સ્વપ્નામાં પણ એ જ ચમક્યા કરશે. ત્યાં સ્વપ્ન પણ તત્વને રસ-જિજ્ઞાસા નહિ જાગે, ધર્મ પ્રવૃત્તિ સ્થિર-શાંત-પ્રફુલિત ચિત્તે ન થાય તે એ વિના ત્યારે આત્માને ઉદ્ધાર શાને? મટેડીના ઘરની ગડમથલ તો એક કીડે પણ કર્યા કરે છે. માણસ જે માણસ પણ એટલું જ કરે ?
જડથી છૂટવા સુંદર વિચારણા
ધર્મતત્ત્વને રસ જગાડે, જિજ્ઞાસા ઊભી કરે, પછી એની પાછળ પેલે ભાર ઓછો કરવાનું થશે. મનને એમ થશે કે “શા સારૂ આ જડમાં ને જડમાં મરી રહ્યો છું? તેની ચિંતા કેની વેઠ કરી રહ્યો છું? જે ચંચળ છે, વિનશ્વર છે, એક ભવનું જ છે, જે મૂકીને જ મરવાનું ચાલ્યા જવાનું છે! એની આટલી બધી ચિંતા-ગડમથલ? આત્માથી જે તદ્દન પર છે, જેને મારા આત્માના હિતની જરાય પડી નથી, કશી લેવાદેવા નથી, એની ને એની ચિંતામાં રાત ને દિવસ? જીવનને સમગ્ર કાળ કાઢવાને? જીવન જીવતાં જે આનું આજ કર્યા કરીશ. તે પછી આનું અભ્યાસી મન જીવનના પાછલા ભાગમાં અને અંતકાળે બીજું કયાંથી વિચારી શકવાનું હતું? જીવનભર મનથી જે ઘુંટ ઘુંટ કર્યું એ જ અંતકાળે અને પછીને ભમાં આવડવાનું. ત્યારે એ કાયામાયાની–ચિંતા–વિચારોને અંતકાળ કેટલે બધે કરુણ બને? પરલોકના ભય કેવા દારુણ આવીને ઉભા રહે ? શું હું ત્યારે સમજી બુઝીને મારી જાતે જ કરુણ અંતકાળ અને દારુણ પરલેકની તૈયારી કરૂં? મૂક માથાફેડ, જડને એ હું વેચાણ નથી, ગુલામ નથી, કે રાત ને દિ એની જ ચિંતા કર્યા કરૂં. કાયા -માયાને ચાલવું છે કર્મના હુકમ મુજબ,મારી ચિંતા મુજબ નહિ.