________________
[ફમી
૯૮] ને જે આશ્વાસન આપે છે તે બીજાથી નહિ મળે. આજે તે નર્સને જમાને આ ! વિદેશનું આંધળું અનુકરણ! પરસ્પરના શુદ્ધ વાત્સલ્યને નાશ ! નવા જમાનાએ આ જ આપ્યું ને?
રાજાને રુકમીના શબ્દથી આનંદ થયે. પછી એને અંત - પુરમાં સેંપી. ત્યાં રુકમીએ પણ પિતાની સલાહ મુજબ જીવન જીવવા માંડયું. દીન-અનાથ, અંધ-પાંગળા, રેગી–દરિદ્ર વગેરેને દાન દે છે, પર્વ તિથિએ પૌષધ કરે છે, સામાયિક શાસ્ત્રાધ્યયન કરે છે, દયા ભાવ ખીલવવા જીવજતના વિશેષ પ્રકારે સાચવે છે, હૃદયમાં દયાનું ચિંતન ખૂબ કરે છે.
આનું પહેલું સુંદર પરિણામ તે એ આવ્યું કે રાજકુળમાં વસવા છતાં એનું બ્રહ્મચર્ય—પાલન અદ્ભુત થવા માંડ્યું ભરચક ધર્મપ્રવૃત્તિ અને શાસ્ત્રની નવ-નવી વાતમાં રમણતાએ ચિત્તને અધિકાધિક વિષયપરા મુખ કરવા માડયું. બહાર વિલાસી વાતાવરણ છે, પણ એના મનને એની કશી કિંમત જ નથી, કશી અસર નથી. વળી પુરુષો સાથે ભળવાની વાત જ નહીં; એટલે પણ બ્રહ્મચર્ય દઢ બનવા માંડયું.
સદાચારીએ સ્ત્રી સાથે લપડાવેડા ન કરાય –
આ બહુ ધ્યાનમાં રાખવાનું છે કે વિજાતીય સાથે અર્થાત્ સ્ત્રીએ પુરુષ સાથે પુરુષ સ્ત્રી સાથે લપડાવેડા કરવાથી બ્રહ્મચર્ય યા સદાચારને મોટો ધક્કો પહોંચે છે, મન રાગવિહ્વળ બને છે, ચામડાના રૂપરંગનાં આકર્ષણ વધે છે. કદાચ કાયાથી બીજી કુચેષ્ટા થતાં વાર લાગે, તો ય દૃષ્ટિના દુરાચાર શરૂ થઈ જાય છે, વિજાતીયના અંગોપાંગ પર દૃષ્ટિ દોડી જાય છે, આત્મા ચક્ષુકુશીલ બને છે. પછી અવસર મળતાં સ્પર્શ-કુશીલ બનતાં શી વાર? માટે