________________
૨૮]
[ રુકમ તે રાજાને આગળ ભવ્ય ઉપદેશ. ' રાજા રુમીને કહે છે –
હે પવિત્ર પુત્રી ! હજી પણ એક સરસ સાધના છે, તે પણ તું જરૂર સાધ, અને તેથી પછી તારે કુળકલંક લાગે એવું અપકૃત્ય આવવાને ભય નહિ રહે. એ ગુણ-કમાઈની સાધના છે, શુભ ભાવની સાધના છે, અને એના પર બીજા ભરપૂર શુભ ભાવ દોડી આવે છે. જે જે હાં, આ ભાવ પણ ઉત્કૃષ્ટ કેટિને મનુષ્ય ભવમાં જ લાભે છે. ભવ ગુમાવ્યું બીજે કયાં એ મળવાને? આપઘાતને વિચાર સરાસર કાઢી નાખી આ સાધવાનું જ કર.
જ પ્રત્યે દયા :- “આ શુભ ભાવ જીવ–દયાને સાધવાને છે. વિશ્વના જીવમાત્ર પ્રત્યે દયા એ તે ધર્મનું મૂળ છે. ગુણેને કંદ છે. ઉન્નતિનું પહેલું પગથિયું છે, “વ્રતને આધાર છે, એક્ષમાર્ગને દરવાજો છે, આત્મદર્શન–પરમાત્મ દર્શનની આંખ છે. જેના દિલમાં દયા નથી, એને ધર્મવૃક્ષના અંકુર શા? ગુણોને સંચય કયાં? આત્માની ઉન્નતિની માંડણી શી? તેનું અસ્તિત્વ શાનું? મેક્ષ માર્ગમાં પ્રવેશ શાને? આત્મદર્શન પરમાત્મા–દર્શન થઈ જ શી રીતે શકે? If : (૧) ધર્મવૃક્ષના અંકુર માટે દયા મૂળ:
“જેને,દેવ-ગુરુભક્તિ, તપસ્યા, વગેરે ધર્મ તો સાચા સ્વરૂપમાં કૂણા પાપભીરુ દિલમાં જ ઊગી શકે. પણ ત્યાં જે જે પ્રત્યે દયા નથી, કઠોરતા-નિષ્ફરતા છે, તે કૃણાશ જ નહિ, પછી ઉપર પત્થરિયા ભૂમિમાં એ ધર્મ ઊગવાની વાત શી? માટે ધર્મવૃક્ષનાં અંકુર ઊછાડવા કયામૂળ પહેલું જોઈએ.. .