________________
અનુગ્રહ બુદ્ધિથી યંગ્યની આગળ કથન કરવું તે ધર્મકથા.
આ પાંચ પ્રકારના સ્વાધ્યાય મન, વચન, કાયાના અશુભ વ્યાપારોને નિરોધ કરાવી, શુભમાં એકાગ્રતાપૂર્વક પ્રવર્તન કરાવે છે. તેથી કર્મક્ષયનો અસાધારણ હેતુ બની પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવે છે.
શાસ્ત્રો કહે છે કે આદરપૂર્વકની સ્વાધ્યાયલીનતા એ યાવત્ સર્વજ્ઞ પદ અને તીર્થંકરપણાની પ્રાપ્તિને પણ હેતુ બને છે.
પાંચ પ્રકારને સ્વાધ્યાય, પદાર્થોના પરમાર્થ જણાવ- નારો છે અને ક્ષણે ક્ષણે સદગતિના મૂળરૂપ પરમ વૈરાગ્યને હેતુ બને છે.
આ સ્વાધ્યાય ઉત્કૃષ્ટપણે ચૌદ પૂર્વધરને હેય છે. મહાપ્રાણ ધ્યાનાદિના સામર્થ્યથી અંતમું હતમાં તેઓ ચૌદપૂર્વ અને બારે અંગોનું પરાવર્તન કરે છે.
દસ પૂર્વધરને દસ પૂર્વેને સ્વાધ્યાય હોય છે. નવ પૂર્વધરોને નવ પૂર્વેને અને એ રીતે ઘટતા ક્રમે જેને બીજું કાંઈ પણ આવડતું ન હોય, તેને પણ પંચ પરમેષ્ટિ નમસ્કારને સ્વાધ્યાપ હોય છે. કારણકે આ પંચ પરમેષ્ટિ નમસ્કાર દ્વાદશાંગીને અર્થ છે, તેથી અતિ મહાન છે.
શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર દ્વારશાંગીને અર્થ હવાનાં ત્રણ કારણે છે.
(૧) દ્વાદશાંગીના સ્થાને તેને ઉપયોગ થાય છે. (૨) પરિણામ-વિશુદ્ધિનું કારણ છે. (૩) તેનાથી જ્ઞાન-દર્શન–ચારિત્રનું આરાધન થાય છે.
જૈન તત્વ રહસ્ય
[ ૬૩