________________
૫Ego
જ્ઞાનનું પરાવર્તન
સ્વાધ્યાય
શ્રી જિનશાસનમાં સ્વાધ્યાયને મેક્ષનું પરમ અંગ કહ્યું છે.
પ્રત્યક્ષણ, પ્રમાર્જના, ભિક્ષાચર્યા, વૈયાવચ્ચ આદિ સંયમના અસંખ્ય વ્યાપારોમાંથી કઈ પણ વેગમાં વર્તતે જીવ, પ્રતિ સમય અસંખ્ય ભવનાં કર્મોને ખપાવે છે. પણ વાધ્યાય યોગમાં વર્તતે જીવ સ્થિતિ અને રસ વડે કર્મોને વિશેષ કરીને ખપાવે છે.
કર્મક્ષયના મુખ્ય હેતુ એ છે, મન, વચન અને કાયાના અશુભ વ્યાપારને નિગ્રહ અને તે ત્રણેનું શુભ વ્યાપારોમાં પ્રવર્તન આ બંને હેતુઓ સ્વાધ્યાય ચોગમાં જે રીતે સિદ્ધ થાય છે, તે રીતે પ્રાયઃ અન્ય વ્યાપારે વખતે સિદ્ધ થઈ શકતા નથી. આ વાત કેવળ આગમથી જ નહિ, પરંતુ યુક્તિ અને અનુભવથી પણ સિદ્ધ છે.
શ્રી જિનશાસનમાં સ્વાધ્યાય પાંચ પ્રકારને કહ્યું છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા.
ગુરૂ પાસે સૂત્ર અને અર્થ ગ્રહણ કરવા તે વાંચના.
સંદેહ નિવારણ માટે પૂછવું તે પૃચ્છના અસંદિગ્ધ સ્વાર્થની પુનઃ પુનઃ પરિવર્તના તે પરાવર્તન. -
પુનઃ પુનઃ વિચારણા તે અનુપ્રેક્ષા. કર]
જૈન તત્વ રહસ્ય