________________
જો કે જ્ઞાન અને શ્રદ્ધા એ બંને આત્માના ગુણે હિવાથી એ બંનેને એકમેકથી જુદા પાડી સમજવાં તે જરા અઘરું કામ છે. તે પણ જેઓએ પોતાના જ્ઞાન ગુણને સુરક્ષિત અને નવ પલ્લવિત બનાવવા હશે, તેઓએ બંનેને ભેદ સમજ્યા સિવાય ચાલે તેમ નથી.
જ્ઞાનની હિમાયત કરનાર આત્મા જ્યારે શ્રદ્ધાની આ વાત તરફ બેદરકાર બને છે, ત્યારે તેની તે હિમાયત કેટલી પિકળ છે તે આપોઆપ જણાઈ આવે છે.
જ્ઞાનને સમ્યમ્ બનાવનાર શ્રદ્ધા છે અને શ્રદ્ધાને સભ્ય બનાવનાર જ્ઞાન છે. સમ્યગ જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાની ઉત્પત્તિ પણ સાથે જ થાય છે ત્યારે સમ્યગ જ્ઞાનને જેને ખપ છે, તેને સમ્યમ્ શ્રદ્ધા પ્રત્યે બેદરકારી બતાવવી ન પાલવે.
જ્ઞાનનું મૂળ શ્રદ્ધા, શ્રદ્ધાનું મૂળ જ્ઞાન હોય તે -બંનેની એકી સાથે ઉત્પત્તિ થવી તે શી રીતે માની શકાય? - એ પ્રશ્ન થ સંભવિત છે.
તેનું સમાધાન એ છે કે એક કાળે ઉત્પન્ન થનાર - વસ્તુમાં કાર્ય-કારણભાવ કદી જોયો નથી. તે એક જ કાળે ઉત્પન્ન થનાર સભ્ય જ્ઞાન અને શ્રદ્ધા વચ્ચે કાર્યકારણભાવને પ્રશ્ન શી રીતે ઉપસ્થિત થાય ? ન જ થાય. પણ આ પ્રશ્ન અધૂરી સમજથી ઉત્પન્ન થયેલ છે.
જ્ઞાન અને શ્રદ્ધાની ઉત્પત્તિ એક કાળે પણ છે. અને તે બે વચ્ચે કાર્યકારણુભાવ પણ રહેલો છે. એનું તાત્પર્ય ૪૬ ].
જૈન તત્વ રહસ્ય