________________
આ ફરજ પાળવાથી માનવસમાજની સેવા થઈ શકે છે.
બુદ્ધિને હણાઈ જતી અટકાવવી તેમજ સુવિકસિત કરવી એ જ એક માનવ સમાજની સેવા કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. એ લયને સ્થિર કર્યા સિવાય સેવા માટે કરવામાં આવેલ સઘળે પ્રયત્ન કાં તે નિષ્ફળ નીવડે છે, કાં તે કુસેવામાં પરિણમે છે.
સેવાનો પ્રયત્ન નિષ્ફળ ન નીવડે કે કુસેવામાં ન પરિણમે એ ખાતર માનવ સમુદાયની બુદ્ધિને નુકશાન કરનારા તત્વેનું જ્ઞાન સૌથી પ્રથમ મેળવી લેવું જોઈએ.
બુદ્ધિ એ આત્માને ગુણ છે. આત્માના સર્વ ગુણેમાં તે ગુણ પ્રધાન છે. જેમ બીજી પ્રધાન વસ્તુઓ માટે બને છે. તેમ આત્માના પ્રધાન જ્ઞાન ગુણને પણ હાનિ પહેચાડનાર તો આ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. એ સર્વ તમાં પ્રધાન હાનિકારક તત્વ વિપરીત શ્રદ્ધા છે.
વસ્તુ જેમ અમૂલ્ય, તેમ તેની રક્ષા કરવી પણ મુકેલ. અમૂલ્ય વસ્તુને લૂંટાઈ જતી બચાવવા માટે જે પૂરેપૂરી સાવધાની ન રાખવામાં આવે તે તે વસ્તુ સચવાઈ રહેવી મુશ્કેલ છે. તેમ જ્ઞાન તથા બુદ્ધિ જેવી અમૂલ્ય આત્મવસ્તુને લૂંટાઈ જતી અટકાવવા માટે આત્માએ અત્યંત સાવધાન બનવાની આવશ્યકતા રહે છે.
વિપરીત શ્રદ્ધા–એ આત્માના જ્ઞાન ગુણને હણી નાખે છે અને સમ્યગુ શ્રદ્ધા એ સુવિકસિત કરે છે, એ એક સિદ્ધાન્ત છે.
જૈન તત્વ રહસ્ય
[ ૪૫