________________
]][]
JIT
શ્રદ્ધા અને જ્ઞાન
માનવજાતિ એ સર્વ જાતિઓમાં પ્રધાન જાતિ છે. કારણ કે સૌથી અધિક બુદ્ધિમાન પ્રાણીઓના સમુદાયથી બનેલી જાતિ છે. તાત્પર્ય કે માનવજાતિ એટલે બુદ્ધિમાન પ્રાણીઓને સમુદાય.
માનવ સમુદાયમાં પણ કાળભેદે બુદ્ધિના તારણમાત્રથી અનેક પ્રકારના ભેદ પડી જાય છે. તે પણ ગમે તેવા કાળે બીજા પ્રાણીઓની બુદ્ધિ કરતાં માનવજાતિની બુદ્ધિ અધિક જ રહેવાની છે, તેમાં સંશય નથી. ' માનવ સમુદાય એ બુદ્ધિપ્રધાન વર્ગ છે, એનો અર્થ એ છે કે બુદ્ધિ એ મનુષ્યનું સત્ત્વ છે. જેમ શરીરનું સવ એ શુક્ર છે અને શરીરની શોભા એ મુખ છે, તેમ માનવને માનવ તરીકે ટકાવનાર કે ભાવનાર એક માત્ર બુદ્ધિ છે.
બુદ્ધિ એ આંતરિક વસ્તુ છે, તેનું કારણ તે બાહ્ય ઈન્દ્રિયોથી અગોચર છે. જે વસ્તુ બાહ્ય ઈન્દ્રિયોને ગેચર
જેન તત્વ રહસ્ય
[ ૪૩