________________
છે. અલ્પના ઘરમાં પરમના પ્રેમના પ્રકાશ પથરાવા માંડે છે. તે પછી જે નિરૂપાધિક સુખને અનુભવ થાય છે,તેનું વર્ણન શબ્દાતીત છે.
ઇન્દ્રિયગ્રાહ્ય, સુખાભાસરૂપ દામ્પત્યનુ' સુખ પણ જો અવર્ણનીય મનાતું હાય, તા ઇન્દ્રિયાતીત આત્મિક સુખના અનુભવને વાણીથી, કલમ દ્વારા કાણુ વર્ણવી શકે ? અર્થાત્ . કાઈ નહિ.
સાકર ખાનારનુ` માં મીઠું થાય છે તે અનુભવ સિદ્ધ હકીકતની જેમ, આત્માથી આત્માને આત્મામાં અનુભવવાથી ચિત્ત એવું તે મીઠુ· થાય છે કે તેનું કદી વર્ણન ન થઈ શકે. આ મીઠાશ એ જ આત્માના વિશુદ્ધ સ્નેહ-પરિણામ છે જે સમગ્ર આત્મપ્રદેશમાં પરિણમીને આરાધકને અખૂટ અખ'ડ—અનિવચનીય સુખના સહજ આન બક્ષે છે. માટે જ આત્માને આનાન' કહ્યો છે. અને તેની પરમ વિશુદ્ધિની આરાધના ઉપર સઘળા ભાર અનત જ્ઞાનીએ મૂકયેા છે.
૪૨ ]
જૈન તત્ત્વ રહસ્ય