________________
ધાર્મિક શિક્ષણના વિકાસ માટે શિક્ષકેામાં નવુ જામ પ્રગટે તે માટેના જરૂરી મુદ્દાઓ નીચે મુજબ છે. (૧) ક્રિયાનાં સૂત્રેા આધ્યાત્મિક વ્યાયમનાં સૂત્ર છે, એ દૃષ્ટિએ તેને જોતાં શીખવુ* અને તેના જીવનમાં શકય અમલ કરવા તથા વિદ્યાથી ઓને કરાવવા.
(૨) તત્ત્વજ્ઞાનના ગ્રન્થા કેવળ પદાર્થ વિજ્ઞાનની જેમ માહિતી મેળવવા માટે નથી, પરંતુ ચિત્તની સમાધિ અને એકાગ્રતા કેળવવા માટે છે, એવી સ્પષ્ટ સમજ જાતે કેળવવી તથા વિદ્યાથી ઓને પીરસવી.
ક્રિયાનાં સૂત્ર તથા તત્ત્વજ્ઞાનના ગ્રન્થા એ બન્નેનુ અધ્યયન પરસ્પરપૂરક છે. જેમ જેમ ક્રિયામાં પ્રગતિ થાય; તેમ તેમ તત્ત્વજ્ઞાનની ભૂખ વધે અને જેમ જેમ તત્ત્વજ્ઞાન વધતું જાય, તેમ તેમ સમ્યક્ ક્રિયામાં આગળ વધવા માટે અધિક ઉત્સાહ આવતા જાય. એજ ધાર્મિ શિક્ષણના ખરેખરા વિકાસ છે.
એ રીતનુ ધાર્મિક શિક્ષણ ધર્મના પાયા બને છે.
૩૨ ]
જૈન તત્ત્વ રહસ્યા