________________
તે સૂત્રનુ અધ્યયન કેવળ અધ્યયન માટે નહિ, પણ તેનું સૂત્ર, અર્થ અને તદ્રુભય સહિત કાળ, વિનય, બહુમાન અને ઉપધાન આદિ વિધિપૂર્વક અધ્યયન કરી પ્રત્યેક કાર્યના પ્રારંભમાં વિઘ્નના નિવારણ માટે અને ઇષ્ટ સાધના માટે મ'ગળ તરીકે ઉપયાગ કરવાના હેતુ એ છે કે સમગ્ર જીવનમાં તેના વિધિયુક્ત પ્રયાગ કરવા માટે છે.
કહ્યું છે કે ભાજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, પ્રસ્થાન સમયે, ભય સમયે, કષ્ટ સમયે અને સર્વાં સમયે શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનુ' ખરેખર ભાવપૂર્વક સ્મરણ કરવુ જોઈએ.
જેમ શ્રી નવકાર માટે તેમ ક્રિયા માટેના દરેક સૂત્રો માટે સમજવાનું છે.
in
ગુરૂવંદન સૂત્ર, ચૈત્યવ ́દન સૂત્ર, દેવવંદન સૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર, સામાયિક સૂત્ર, લોગસ સૂત્ર, કાર્યોંત્સગ સૂત્ર, પચ્ચકખાણુ સૂત્ર વગેરે પ્રત્યેક સૂત્ર કેવળ ભણવા માટે નથી, પણ ધર્મનુ જીવનમાં પ્રત્યક્ષ આચરણ કરવા માટે છે.
પૂજ્ય પુરૂષા અને તેમના પ્રતીકોને વંદન એ ધમ છે, સમતાભાવ એ ધર્મ છે, પાપથી પાછા ફરવુ... એ ધર્મ છે. અને એ ધર્મ જ સુખ અને સદ્ગતિનું મૂળ છે તેનું વિધિપૂર્વક જીવનમાં સેવન કરવા માટે સૂત્રની જરૂર છે. અની જરૂર છે, તદ્રુભયની જરૂર છે.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૨૭