________________
ધર્મના પાયા ઉપર જ આખું વિશ્વ વ્યવસ્થિત રીતે. શોભી રહ્યું છે. એવું જ્ઞાની પુરૂષનું દઢ મંતવ્ય અને વચન છે, તેથી તે ધર્મને તેઓ માત્ર જાણવાને કે માનવાને વિષય માનતા નથી. કિન્તુ આચારવાને વિષય માને છે.
ધર્મ સુખનું મૂળ છે, એમ જ્યારે કહેવાય છે, ત્યારે તે જાણે કે માનેલે જ ધર્મ નહિ, પણ આચરેલે ધર્મ પણ સમજવાને છે.
જે ધાર્મિક વિકાસ જોઈ હશે તે શિક્ષણનો ધર્મ એ આચરવાની વસ્તુ છે, કેવળ ભણવાની જ નહિ, એ જાતને નિર્ણય સૌથી પ્રથમ કરવો પડશે.
આપણુ પાઠશાળાઓમાં ક્રિયાના સૂત્રોની પ્રથમ પસંદગી કરવામાં આવે છે તેની પાછળ મોટું રહસ્ય એ છે કે ભણેલું ક્રિયામાં વણીને જીવનમાં ઉતારી શકીએ કે જેથી આપણી બધી શક્તિઓને એક સરખે વિકાસ થાય. - તાત્પર્ય કે ધર્મનું શિક્ષણ, કેવળ શિક્ષણ ખાતર કે ધર્મની માહિતી મેળવવા ખાતર ન હોવું જોઈએ, પણ ધર્મ વડે જીવનને કેળવવા માટે હોવું જોઈએ.
ધર્મ વડે સમગ્ર જીવનને ઉચ્ચ રૂપાંતર આપવા માટે ધર્મક્રિયા અને એ માટે રચાયેલાં ખાસ સૂત્રોના અધ્યયનની ખાસ જરૂરી છે.
દા. ત. ધર્મ ક્રિયા માટે રચાયેલાં સૂત્રોમાં સૌથી પહેલું સૂત્ર શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર છે, ૨૬ ]
જેન તત્વ રહસ્ય.