________________
દાખવે છે. ધનને ચળકાટ તેને આકર્ષે છે. કારણ કે તે દેખવા માટે તેની પાસે આંખ છે, ધર્મને ચળકાટ તેને આકષી શકતા નથી, કારણ કે તેને જોવાની આંખ તેને મળી નથી, મળી છે તે ઉઘડી નથી.
એ આંખનું નામ વિવેક છે. જેઓનાં વિવેક-ચક્ષુ ઉઘડી ગયાં છે, તેઓની નજરે ધનને ક્ષણિક ચળકાટ તેટલે આકર્ષક નથી લાગતું, જેટલો આકર્ષક ધર્મને શાશ્વત પ્રકાશ લાગે છે. ધનના ભેગે પણ તે ધર્મ મેળવવા ચાહે છે. ધર્મ માટે ધન છોડવા તૈયાર થાય છે, પણ ધન માટે ધર્મને છોડવા પ્રાણુતે પણ તૈયાર થતો નથી.
આ જાતના વિક–ચક્ષુ પ્રાપ્ત કરાવનાર શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્ર–બાધ વડે વિવેક ચક્ષુ પ્રાપ્ત થતાં જ ધનને ખેટે મેહ માનવીના અંતઃકરણમાંથી પલાયન થઈ જાય છે અને ધર્મ પ્રત્યે અંતરંગ આદર તથા પ્રેમ જાગે છે. એ ધર્મ–પ્રેમ માનવીને સાચા માર્ગે ચઢાવી અનંત કલ્યાણને ભક્તા બનાવે છે.
ધનના અભાવે ધર્મ ન જ થઈ શકે, એ વિચાર પણ મોહને જ એક પ્રકાર છે. અજ્ઞાનને જ વિલાસ છે.
ધર્મ કઈ પણ અવસ્થામાં થઈ શકે છે. માનવભવમાં ધર્મ કરવા માટે જીવને વિપુલ સામગ્રી પ્રાપ્ત થયેલી છે. તેને લાભ નહિ લેતાં, ધન પ્રત્યેના મિથ્યામેહને પોષનારા બેટા તર્કોને આશ્રય લેવા માણસ
જેન તત્વ રહસ્ય
[ ૨૩