________________
પણ દુઃખ અને વિપત્તિના જ વરસાદ વરસવાના છે. પ્રત્યેક કાળના ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે. વિપક્ષમાં ધાર્મિક દારિદ્ર ટળ્યુ અને આર્થિક દારિદ્ર કદાચ ન ટળ્યું, તા પણ માનવીની ઉર્ધ્વગતિ નિશ્ચિત છે.
મનુષ્યની ઉર્ધ્વગતિના આધાર ધમ છે, પણ ધન નથી, એ વાત આજની ઘડીએ વધારે સમજવાની જરૂર છે. ધર્મ વિનાનું ધન સુખ નહિ, પણ અત્યંત દુઃખદાયી અધાતિ આપે છે. જ્યારે ધન વિનાના ધર્મ ઉર્ધ્વગતિ આપે છે.
આર્થિક બેકારી કરતાં, ધાર્મિક બેકારી વધારે ભય‘કર છે. એ વાત જેટલી વહેલી સમજાય તેટલા વધારે લાભ છે. ધનની પૂંઠે પડેલા માનવી, ધની પૂંઠે કેમ પડતા નથી ? શુ ધર્મ એ ધન કરતાં હલકી ચીજ છે ?
ના. એમ નથી જ. ધર્મ એ ધન કરતાં પણ અધિક છે, ધનનુ પણ અ`તરગ મૂળ ધર્મ જ છે.
છતાં માનવી અનેક નિમ ળતાઓને વશ છે તેમાં આ પણ તેની એક નિ`ળતા છે. ધન કરતાં ધર્માંની 'િમત અધિક હોવા છતાં તે ધનને ધર્મ કરતાં પણ વધુ કિંમતી માનવા પ્રેરાય છે.
આ માન્યતા એ બુદ્ધિના વિપર્યાસ છે. માહાંધતાના એક પુરાવા છે માહુ અને અજ્ઞાનના અંધાપા નીચે રહેલા માનવી ધનને દેખી રાચે છે, પણ ધર્મ પ્રત્યે અરૂચિ
૨૨ ]
જૈન તત્ત્વ રહસ્ય