________________
પાપ-કુટુંબના સંબંધથી છૂટવા માટે ઘર્મ કુટુંબને પુષ્ટ-જીવંત કરવું જ પડે. ન્યાયના પાલનથી જ તે પુષ્ટ થાય, કારણ કે ન્યાય તેને પ્રાણ છે.
ન્યાય, અન્યાયને આધાર સ્તંભ મન છે. તેથી ન્યાયનું પાલન કરવા માટે મનને અન્યાયથી રોકવું જ જોઈએ. સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું, અન્યાયના પક્ષમાં જતાં રોકવાનું વિધાન કર્યું છે.
મનને અન્યાયથી રોકવામાં આવે, તે સર્વ પાપ રોકાઈ જાય છે અને જે પુરૂષ મનને અન્યાયથી રેકત નથી, તેનાં સર્વ પાપે વધી જાય છે, એમ જ્ઞાની ભગવંતો કહે છે.
ન્યાય સંપન્ન વૈભવ મનને વશ કરવામાં કઈ રીતે સફળ થાય છે, તે સમજવા જડ દ્રવ્યો ઉપર મનવૃત્તિની કેવી અસર થાય છે, તે જાણવું જરૂરી છે.
મનવૃત્તિની અસર અચિત્ય થાય છે. શબ્દ વર્ગણાના પુદ્ગલો જડ છે, બેલનારના મનોગત ભાવથી તે વાસિત થઈ, શ્રોતામાં તેવો ભાવ પેદા કરે છે. એક માણસ સદ્દભાવથી બેલે છે ત્યારે તેના સદ્દભાવથી વાસિત થયેલા શબ્દો કઠોર હેય, તે પણ શ્રોતામાં સદ્ભાવ પ્રગટ કરે છે. તે જ માણસ જ્યારે અસદ્દભાવથી બેલે છે, ત્યારે તેના અસદ્દભાવથી વાસિત થયેલા કમળ પણ શબ્દો શ્રોતાને બાણ-પ્રહાર જેવી વ્યથા કરે છે. ૨૫૪]
જૈન તત્વ રહસ્ય