________________
એ બે આંતર–કુટુંબે પૈકી એક સમા, નમ્રતા,. સરળતા, સંતોષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, દયા વગેરે પરિવાર વાળું કુટુંબ જીવનું હિતસ્વી છે. તે અનાદિ છે, અક્ષય છે. આત્માનાં સર્વ–હિતકર કાર્યો કરવાને તેને સ્વભાવ છે અને પ્રગટ અપ્રગટરૂપે આત્માની સાથે રહે છે, તેને જ્ઞાનીઓ ધમ–કુટુંબ' કહે છે.
આ કુટુંબનો પ્રાણ ન્યાય છે ન્યાયના પાલનથી તેનું પોષણ થાય છે. અને પુષ્ટ થતાં તે પ્રગટ થઈ આત્માનું હિત સાધે છે.
બીજું આંતર–કુટુંબ તે ક્રોધ, માન, માયા, લોભ,. મેહ, મદ, ઈર્ષા, હિંસા, ભય વગેરે પરિવારવાળું છે. તે જીવનું અહિત કરનારું છે. અનાદિકાળથી તે જીવનું સહચર થતાં અસ્વાભાવિક હોવાથી કેટલાક ભવ્ય જી તેના સંબંધને તેડી શકે છે. જ્ઞાનીઓ તેને “પાપ-કુટુંબ કહે છે.
આ પાપ-કુટુંબને પ્રાણ અન્યાય છે. અન્યાય વૃત્તિથી તે પોષાય છે અને પુષ્ટ બનેલું તે આત્માનું અહિત કરે છે.
બાહ્ય કુટુંબનું સંચાલક મન, જે આંતર-કુટુંબના પક્ષમાં જોડાય છે, તેની સાથે બાહ્ય કુટુંબ પણ જોડાય છે. અને ન્યાય, અન્યાય દ્વારા તે–તે કુટુંબને જીવત બનાવવાનું કાર્ય તે કરે છે.
જૈન તત્વ રહસ્ય
[૨૫૩