________________
છે, કે તે ગૃહસ્થ જીવનમાં સ્વ શરીર, કુટુંબ, સ્વજન સંબંધીઓ વગેરેના પાલન પોષણ, રક્ષણ કે સુખ માટે ધન મેળવવામાં આવે છે, તે ધન જે અન્યાયના માર્ગે ઉપાર્જિત કરેલું હોય છે, તે બધાને દુઃખી કરે છે. ન્યાયથી મેળવેલું ધન સુખનું સાધન બની શકે છે. માટે તેનું પાલન જરૂરી છે.
માનવદેહ સ યંત્રમાં સર્વ શ્રેષ્ઠ યંત્ર છે. અન્ય કે શરીરથી અશક્ય એવાં ધર્મના કાર્યો કરવાની તેમાં શક્તિ છે. માટે તેને ન્યાયી બનાવ્યા વિના અન્ય કાર્યમાં ન્યાયની રક્ષા કદાપિ શક્ય નથી.
આપણને લાગશે કે જે શરીર જડ છે, આત્માને ઉભાગે લઈ જવાના સ્વભાવવાળું છે, તેને ન્યાયી કેમ બનાવી. શકાય? શું તે જડ મટીને ચેતનવંતુ બની શકે?
તેનું સમાધાન એ છે કે ચારાના વ્યસનવાળે પણ ભીલ, જેમ શ્રીમંતની બુદ્ધિને વેગે શ્રીમંતને પક્ષકાર બની, તેની રક્ષા આદિ કાર્યો કરે છે, તેમ આત્માનું વિરોધી જડ પણ શરીર માર્ગાનુસારિણી બુદ્ધિવાળા, આત્માના પક્ષમાં રહીને તેની રક્ષા અને તેનાં કાર્યો કરી. શકે છે. આ કારણે જ મન અને ઈન્દ્રિયેના પ્રશસ્ત, અપ્રશરત ભેદો શાસ્ત્રમાં કહ્યા છે:
ન્યાય સંપન વૈભવનું તત્તવથી એ ફળ છે, કે તેનાથી પિાષાયેલી ઈન્દ્રિયો અને મન આત્માને પક્ષ કરે. આત્માની આજ્ઞાને આધીન રહી તેનાં કાર્યો કરી આપે છે.
જેને તવ રહસ્ય
( [ ૨૫૪૪