________________
મનુષ્યના વિચાર એક બીજ સરખા છે. જે કેટલાય દિવસ સુધી અવ્યક્ત રહીને સંસારમાં વૃક્ષના રૂપમાં પ્રગટ થાય છે.
આપણે અવ્યક્ત પ્રકૃતિની ભૂમિમાં જેવા વિચાર બીજ નાંખીએ છીએ, તેવાંજ ફૂલ-ફળ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ-એ એક અચળ સિદ્ધાન્ત છે.
જે મનુષ્યને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી, તેના ચિત્તને ચિતા હમેંશા વિહવળ-વ્યાકુળ કરે છે. ઈશ્વરશ્રદ્ધા એ વિચારને દઢ કરે છે કે ઈશ્વરના નિયંત્રણમાં સઘળું કલ્યાણ માટે જ બને છે.”
મનનું સ્વરૂપ જ સંકલ્પ વિક૯પાત્મક છે. જ્યારે મન શાન્ત બને છે, ત્યારે ચિંતા આપોઆપ વિલીન થઈ જાય છે. તેથી પૂર્ણ પરમાત્માની નિત્ય આરાધના કરવી –એ ચિંતાથી મુક્ત થવાને અમેઘ ઉપાય છે.
ઈશ્વરારાધનાથી આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે, એટલું જ નહિ પણ ચિત્તમાં વિષય-વિરાગ ઉત્પન્ન થઈ જાય છે. તેમજ ધીમે-ધીમે આત્મજ્ઞાનનો ઉદય થાય છે. અને એ વાત પણ પ્રયક્ષ થઈ જાય છે, કે આત્મા પોતે જ આનંદરૂપ છે. સાંસારિક વસ્તુઓથી મળ જણાતે આનંદ-એ તે આત્માનંદને માત્ર આભાસ છે.
પડછાયાને પકડવાથી વસ્તુ હાથ નથી લાગતી, તેમ સાંસારિક સુખથી આત્માનંદ નથી સાંપડતો.
૨૪૨ ]
જેન તવ રહસ્ય