________________
વિષયની ગમે તેવી ટીકા કરવામાં કે તે પર ગમે તેવા વિધાને કરવામાં જરાય લજજા-મર્યાદા પાળતું નથી. આવી નિર્લજજતા ખરેખર શોચનીય છે.
દરેક બાબતમાં ક્ષેભ પામી શરમાયા કરવું એ જેમ ખેટું છે, તેમ દરેક બાબતમાં માઝા મૂકી, પોતાના સ્વધર્મને કે અધિકારને ખ્યાલ ન રાખવે, એ પણ તેટલું જ ખોટું છે.
મહાન પુરૂષ કદી પણ પોતાના અધિકારનું અતિક્રમણ કરતા નથી. દરિયો કેટલે વિશાળ છે, છતાં તે કિનારાની માઝા કરી છેડતા નથી.
અમુક હદો ભોગવતો અમલદાર પિતાના ક્ષેત્રની, સત્તાની અને જવાબદારીઓની મર્યાદાઓ જેમ ઉલ્લંઘતે નથી અને ઉલ્લંઘે છે, તે તરત સજા (શાસન) પામે છે. તેમ જીવનમાં પિતાના ક્ષેત્રને, સંબંધને અને મર્યાદાને ખ્યાલ છોડી દેનાર અંતે પતન પામે છે. | સર્વ વ્યવહારમાં અને ખાસ કરીને સ્ત્રી-પુરૂષ વચ્ચેના વ્યવહારમાં લજજા અતિ અતિશ્યક છે. વ્યવ- હારેમાં નિખાલસતા ભલે હોય, પણ મર્યાદાઓને લેપ તે ન જ લેવો થવો જોઈએ. “અહી સુધી અને અહીંથી આગળ નહિ—એવી લક્ષમણરેખા તે તેમાં હેવી " જ જોઈએ.
નૈસર્ગિક આકર્ષણના કારણે સ્ત્રી-પુરૂષોને પરસ્પરની મૈત્રી અને સાન્નિધ્ય બહુ ગમે છે, પરંતુ એમાં રક્ષણાત્મક
જિન તત્વ રહસ્ય
[૨૩૩