________________
દાન, શીલ, તપ વડે પરિષહ, મૈથુન અને આહા- રાદિ સંજ્ઞાઓના જોરથી થતી વિવિધ પ્રકારની માનસિક તથા શારીરિક બાધાઓથી અને પીડાઓથી અવશ્ય બચી જવાય છે, પરંતુ તે બધી બાધાઓ અને પીડાઓના - સરવાળા કરતાં “મને એકલાને જ સુખ થાઓ અને મારા
એકલાનું જ દુઃખ ટળે” એ જાતની અયોગ્ય અઘટિત અશક્ય ઈરછા વડે થતી માનસિક અને શારીરિક પીડાઓના સરવાળાને કેઈ અવધિ જ નથી.
શાસ્ત્રકારોએ ઉક્ત અશકય ઈચ્છાને પૂર્ણ કરવાના અશકય મનેરથના અનંત કષ્ટથી ઉગરી જવા માટે જે માર્ગ ચિળે છે, જે ઉપાય બતાવ્યો છે, તે માગ કે ઉપાય કઈ પૂર્ણ પુરુષને જ સદગુરૂની પુણ્યકૃપાથી લાધે છે. બીજાઓને તે ઉપાયની ગંધ પણ પ્રાપ્ત થતી નથી.
આ ઉપાયની પ્રાપ્તિ થવામાં કે ન થવામાં જીવની આસન-સિદ્ધિતા કે અનાસન્નસિદ્ધિતા જ મુખ્ય ભાગ - ભજવે છે. ઉપાય તદ્દન સરળ છે અને તેનો બાધ થવો પણ સુલભ છે.
છતાં પ્રત્યક્ષ અનુભવ એમ કહે છે કે તે તરફ લક્ષ્ય કેઈ વિરલ આત્માનું જ જાય છે. અથવા કેઈ વિરલ આત્મા જ તે ઉપાય ઉપર પૂર્ણ વિશ્વાસ સ્થાપી, તેને પિતાના જીવનમાં ઉતારવા કટિબદ્ધ થાય છે.
તે માગ યા ઉપાય આ લેખના પ્રારંભ ટાંકવામાં ૧૮૮ ]
જેન તત્વ રહસ્ય