________________
તે તે નાણું પાસે હોવા છતાં ભીડ વખતે કામ નહિ આવે.
આત્મ સ્વરૂપ વિષે જેને પાકી શ્રદ્ધા છે, અખંડ નિષ્ઠા છે, તેને ત્રણ ભુવનનું રાજ્ય મળે તે પણ એમ માને કે એ રાજ્ય મારૂં નથી, પણ કમજનિત છે. તેથી લાભ હાનિ પ્રસંગે તે તીવ્ર હર્ષ—શોક નહિ કરે. અશ્વર્ય કે આફત વચ્ચે પણ તે સમતોલ રહી શકશે. હાર-જીત કે નિંદા, પ્રશંસા તેને નિરાશ કે નિરૂત્સાહ નહિ બનાવી શકે.
એટલા માટે જ કહ્યું છે કે સમ્યદષ્ટિ જીવ સંસારમાં રહે તે પણ સંસારથી લેપતે નથી. સમકિતી આત્મા સંસારમાં રહે પણે રમે નહિ. એ શ્રદ્ધાનું જ બળ છે.
“હું નિશ્ચયથી આત્મા સ્વરૂપ-છું,’ એવી અખંડ શ્રદ્ધાવાળાને સર્વ કેઈ પોતાના આત્માના જ અંશ દેખાવા લાગે છે અર્થાત્ પિતાના આત્માના સ્વરૂપ જેવું જ બીજાના આત્માનું સ્વરૂપ તેને ભાસે છે. તેથી તેના દિલરૂપી દરિયામાં વિશ્વમૈત્રીના મોજા ઉછળવા લાગે છે. તેથી સર્વ જીવો પ્રત્યે મત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યસ્થ ભર્યો વ્યવહાર કરવા લાગે છે.
આત્મસ્વરૂપની સાચી શ્રદ્ધાનું આ ફળ છે.
જેમ આત્માની તેમ કર્મની આત્મા સાથે કર્મના સંબંધની, તે સંબંધના હેતુઓ વગેરેની શ્રદ્ધા–શાસ્ત્ર વચનથી, બુદ્ધિની સૂક્ષમ વિચારણાથી અને અનુભવ જ્ઞાનથી જેમ-જેમ દેઢ થતી જાય છે, તેમ તેમ જીવન સંપત્તિ સમયે કુસુમથી પણ કમળ અને વિપત્તિ સમયે વજથી પણ કઠેર બની જાય છે.
શ્રદ્ધાનું જ આ બળ અને ફળ છે.
એન તવ રહસ્ય
[ ૧૮૫