________________
વિષ મારે, અગ્નિ બાળે, તેમ પાપ દુઃખ આપે એવું જ્ઞાન થવા છતાં, સચોટ શ્રદ્ધાના અભાવે વિષ અને અગ્નિની જેમ પાપથી પાછા ફરાતું નથી. - સત્ પ્રવૃત્તિમાં દઢતા લાવવા માટે સાચી શ્રદ્ધાના બળની જરૂર છે જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે.
જે જ્ઞાન અને વિવેક જીવનમાં ઉપયોગી ન થાય, તે જ્ઞાન અને વિવેક ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા પ્રગટી નથી, એમ જ સાબીત થાય છે.
જ્ઞાન અને વિવેક કરતાં પણ શ્રદ્ધાની અગત્યતા કેટલી વધારે છે તે આથી સ્પષ્ટ થશે. એવી શ્રદ્ધા યથાર્ય વક્તાના વિશ્વાસથી આવે છે. શ્રદ્ધાવાન પુરુષના સંસર્ગથી આવે છે, શ્રદ્ધાસંપન્ન પુરુષોનાં ચરિત્રો સાંભળવાથી પણ આવે છે.
શ્રદ્ધા, સુદઢતા, એકનિષ્ઠા, પરિપૂર્ણ નિશ્ચળતા–તેજ સાચું અને શંકા વિનાનું જે શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપ્યું છે–ઈત્યાદિ ભાવના-શ્રદ્ધાને ધર્મજીવનને પાચો માનવાથી વિવેક-પરીક્ષા કે કસેટીએ બધું ઉડી જતું નથી.
ખરી વાત તે એ છે કે વિવેક અને પરીક્ષા વિના ખરી શ્રદ્ધા સંભવતી નથી. શ્રદ્ધા માણસમાં ધર્ય, સાહસ અને બળ પ્રગટાવે છે.
વસ્તુ માત્રની પરીક્ષા કરી, તેમાં જે સાચું સુવર્ણ સિદ્ધ થાય તેને કથીરની માફક ફેંકી ન દો. વારસામાં મળેલ શ્રદ્ધા એ અણમેલ ધન છે, એમ માને અને પરીક્ષા વડે એને સ્થિર અને સંગીન બનાવે. તેમ નહિ થાય
૧૮૪ ]
જૈન તત્વ રહયા