________________
માટે પિતાની સુખ-સગવડને ઘણે માટે ભેગ આપી -શકે છે અને એ ત્યાગથી પણ તે આનંદ અનુભવે છે.
માત્ર એક જ વ્યક્તિ પ્રત્યેના પ્રેમમાં આવું બળ છે, તે સમસ્ત જીવરાશિ પ્રત્યે પ્રેમ કેળવે તેની વિષયાસક્તિ આપ મેળે મેડી પડે, એ સહેજે સમજાય એવી હકીકત છે.
છ જીવ નિકાયની રક્ષાની પરિણતિ આત્મામાં જ્યારે સ્થિર થાય છે, ત્યારે તે આત્માની ચિત્ત વૃત્તિ, વિષયોથી આપોઆપ વિરામ પામે છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકના કર્મબંધના હેતુઓ ઉપર થોડું ચિંતન કરતાં આ વાત તરત સ્પષ્ટ થાય છે.
પાંચમે ગુણસ્થાનકે કર્મ બંધના જે હેતુઓ છે, તેમાંથી પાંચ કાય, પાંચ ઈન્દ્રિય અને મનની અવિરતિરૂપ અગિયાર હેતુઓ ટળી જાય છે, ત્યારે છઠ્ઠા ગુણસ્થાનકની સ્પર્શના થઈ જાય છે. અર્થાત્ ત્રસ કાયની રક્ષાની સાથે પાંચ સ્થાવરની રક્ષાની પરિણતિ પણ ભળે છે, ત્યારે તેની સાથે સાથે બધી જ ઈન્દ્રિયોના વિષયોની તીવ્ર અભિલાષા આપોઆપ ખસી જાય છે.
જગતના નાના કે મોટા, પાસેના ને દૂરના, શત્રુ કે મિત્ર સર્વ પ્રાણીઓ પ્રત્યે જ્યારે હૈયામાં પ્રેમ ઉછળે છે, ત્યારે વિષયોની વાસના આપોઆ૫ નિયંત્રિત થઈ જાય એને નિદેશ અહીં છે.
વિશુદ્ધ પ્રેમની એ શરત છે કે જ્યાં એ હોય ત્યાં વિકાર ખૂબ જ ઓછા હોવા જોઈએ. વિષય-વાસના જ્યાં
૧૭૨ ]
જૈન તત્વ રહસ્ય