________________
માધ્યસ્થ ભાવનાને ભાવનારો એમ જાણે છે કે દુનિયાની કઈ પણ વસ્તુ સુખ-દુઃખની ઉત્પાદક નથી, પરંતુ જીવને તે વસ્તુ ઉપર રહેલો રાગ-દ્વેષ એજ તેને સુખ દુઃખની ભ્રાન્તિ કરાવે છે.
સુખ-દુઃખનું કારણ અન્ય પદાર્થો નથી પણ મહાદિના વિકારથી પિતાના આત્મામાં ઉત્પન્ન થતો રાગદ્વેષનો પરિણામ જ છે.
પદાર્થો પોતાના સ્વરૂપમાં રહેવાને જ વ્યવસ્થિત થયેલા છે, પણ જીવ પોતે જ પિતાને સ્વભાવ છોડીને રાગદ્વેષરૂપી વિભાવમાં પડે છે અને તેથી સુખી અથવા દુઃખી થાય છે.
એ રીતે સુખને આશ્રય-પદાર્થો નહિ, પણ પોતાના આત્માને જ માનતે જ્ઞાની જીવ, જગતના તમામ સચેતન અને અચેતન પદાર્થો ઉપર માધ્યસ્થભાવ ધારણ કરી શકે અને તે જ માધ્યસ્થ ભાવનાની અંતિમ પરાકાષ્ટા ગણાય છે.
અનુપમ આ ચાર ભાવનાઓ, મહાપુરૂષોને પણ સતત અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. અનેક જન્મમાં અભ્યાસ દઢ થયા પછી આત્મસાત્ થાય છે. કારણકે એની પ્રતિપક્ષી વૃત્તિઓ જીવને અનાદિકાળથી વળગેલી હોય છે.
ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા અને અસૂયા આદિ વૃત્તિઓ મૈત્રી, પ્રદ, કરૂણા આદિ ભાવનાની પ્રતિપક્ષી વૃત્તિઓ છે. અને તે અનાદિ કાળથી જીવને વળગેલી હોય છે.
- જૈન તત્વ રહસ્ય
[ ૧૬૯