________________
આયંબિલ તપના
અનુપમ લાભ શ્રી વીતરાગ, સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં આયંબિલ તપનું અને તેમાંય વર્ધમાન આયંબિલ તપનું વિધાન, આત્માના સાચા સુખની પ્રાપ્તિનાં મૌલિક અને અજોડ ઉપાય તરીકે કરવામાં આવ્યું છે.
મોક્ષની પ્રાપ્તિ ધર્મથી છે અને તે ધર્મ, ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિરૂપ છે.
ચિત્તનું જડમાં આકર્ષણ રૂપ માલિન્ય દૂર થતું જાય છે, એ શુદ્ધિ અને જ્ઞાનાદિ ગુણેને આવિર્ભાવ તે પુષ્ટિ છે. તેના ફળ સ્વરૂપે આત્મા ઉપરથી મેહનું જોર ઘટવારૂપ અને જ્ઞાનાદિ ગુણેને પ્રકાશ થવારૂપ ધર્મભાવથી સ્વભાવને અનુભવ કરતા આત્મા પરભાવમાંથી સર્વથી મુક્ત થવારૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.
ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિને આધાર, એટલે સમ્યગ જ્ઞાન ઉપર છે, તેના કરતાં વધારે મનના વિજય ઉપર છે. ૧૩૬ ]
જેન તવ રહસ્ય