________________
કાળ સુધી થઈ શકે છે. અને તે દ્વારા કર્મ નિજેરાને અમોઘ લાભ. તપસ્વીને આત્મા મેળવી શકે છે.
વર્ધમાન આયંબિલ તપ એટલે વધતા ક્રમને આયંબિલ તપ. તેની શરૂઆત એક આયંબિલથી થાય. એક આયંબિલ પછી એક ઉપવાસ કરવો પડે. પછી બે આયંબિલ કરવાં પડે. તેના ઉપર એક ઉપવાસ કરવો પડે. તે પછી ત્રણ આયંબિલ અને એક ઉપવાસ આવે, પછી ચાર આયંબિલ અને એક ઉપવાસ કરવો પડે. પછી પાંચ આયંબિલ અને એક ઉપવાસ આવે.
આ રીતે સળંગ વીસ દિવસના આ તાપૂર્વક શ્રી વર્ધમાન આયંબિલ તપને પાયો માંડી શકાય. જે મેક્ષરૂપી મહેલના મજબૂતમાં મજબૂત પાયારૂપ ગણાય છે.
શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે, કે જે મુનિનું ભજન અસાર છે અર્થાત્ નિરસ છે, તે તે તપ કર્મને ભેદવા માટે સાર એટલે વા તુલ્ય છે. અને જેનું ભેજન સાર એટલે રસયુક્ત છે, તેને તપ અસાર એટલે કર્મને ભેદવામાં દુબળ છે.
આયંબિલના ભેજનમાં સારભૂત કહેવાતા પદાર્થોને સર્વથા ત્યાગ છે. જેમ કે દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ આદિ વિગઈઓને, મેવા-મિષ્ટાન-ફળમરચાં મસાલાને અને રસ વર્ધક પદાર્થોને આમંબિલ તપમાં સર્વથા ત્યાગ ક૨વાને હાથ છે.
૧૨૦ ]
જેન તવ રહસ્ય