________________
તપ પણ એક એ ધર્મ છે, કે જેને આચરનાર શુભ ધ્યાન યુક્ત બને છે. અને એ શુભ ધ્યાન દ્વારા, આત્મા કર્મ નિરાને ભાગી બને છે.
સર્વજ્ઞ કથિત શ્રી જિનશાસનમાં મેક્ષના હેતુભૂત દસ પ્રકારના ધર્મમાં તમને પણ સ્થાન છે.
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પ્રભુજીની સ્તુતિ કરતાં ફરમાવે છે.
“તપ, સંયમ, સુકૃત, બ્રહ્મ, શૌચ, મૃદુતા, ઋજુતા, અકિંચનતા, નિર્લભતા, અને ક્ષમા એ દસ પ્રકારને ધર્મ - જેમનો પ્રકાશે જયવંતે વર્તે છે, તે શ્રી જિનેન્દ્ર પરમાત્મા મને શરણભૂત હો !”
બાહ્ય અને અત્યંતર તપ ઉપરોક્ત લેકમાં તપધર્મને પ્રથમ મૂકે છે.
અહિંસા, સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્યાદિ ધર્મો, ધર્મ સ્વરૂપ છે જ, તેમ તપ ધર્મ પણ ધર્મ સ્વરૂપ છે અને તે બધા ધર્મોની જેમ મુખ્ય છે. એ વાત સમજાઈ જવી તે કંઈક અઘરું હોવા છતાં સત્ય છે.
તપના મુખ્ય બે પ્રકાર છે. (૧) બાહ્ય (૨) અત્યંતર
બાહ્ય તપમાં મુખ્યત્વે સંસારની શુદ્ધિને હેતુ મનાચેલો છે.
જૈન તત્વ રહસ્ય
[ ૧૨૭