________________
૧ Baa વર્ધમાન તપને મહિમા
ધર્મ એ સર્વોત્તમ-સર્વોત્કૃષ્ટ મંગળ છે. એમ શ્રી જૈનશાસનમાં ભારપૂર્વક પ્રતિપાદન કરેલ છે. તે ધર્મ સર્વજ્ઞ કથિત હે જોઈએ. સર્વ કથિત ધર્મની કટી તેના શુદ્ધ સ્વરૂપ ઉપરથી થઈ શકે છે. | મુક્તિના હેતુભૂત દસ પ્રકારનો ધર્મ, સર્વજ્ઞ શાસનમાં કહેલો છે. ધર્મના એ દસે પ્રકાર સ્વરૂપથી શુદ્ધ છે. જેની સાધન વડે આત્મા શુભ પરિણામ યુક્ત બને છે, તે ધર્મ અનુષ્ઠાન સ્વરૂપથી શુદ્ધ છે. - જેમકે અહિંસા યા પ્રાણીદયા એ એક એવું અનુષ્ઠાન છે, કે જેને આચરવાથી કેઈ પણ માનવ શુભ ભાવનાને પામ્યા સિવાય રહે નહિ.
એજ રીતે સત્ય, સંયમ, બ્રહ્મચર્ય ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ આદિ ધર્મો એવા છે, કે તેનું અનુષ્ઠાન કે સેવન કરનાર કેઈ પણ આત્મા શુભ અધ્યવસાય પામે જ.
૧૨૬].
જેને તવ રહસ્ય