________________
મુનિપણાને ઉચિત સર્વ ક્રિયાઓ, મુનિ અપ્રમત્ત પણે. આચરે, અલ્પ નિદ્રા લે અને તે સિવાયના કાળમાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, આદિમાં રત રહે-તે જ તેના મુનિજીવનને સાર્થક કરનાર છે.
આ રીતે શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા અનુસાર પાળેલો સંયમ, આત્માને વર્તમાન કાળે પણ અત્યંત હિતકર તેમજ અન્ય અનેકને આદર્શરૂપ બને છે.
ગુરૂકુળ વાસમાં વસતા મુનિએ પોતાના શ્રેયાર્થે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, કે જે ક્રિયા. કરવાથી વિષય અને કષાયની મંદતા થાય તેજ ક્રિયામાં જીવ પરોવો. તેમાં જ પ્રવૃત્તિ કરવી.
જે ક્રિયાઓ કરવાથી વિષય-કષાય પાતળા પડતા નથી, તે ક્રિયાઓ ગમે તેટલી મોટી હોય, છતાં આરાધના માર્ગમાં તેની કાંઈ કિંમત નથી. તેવી ક્રિયાઓ માત્ર કાય કલેશરૂપ અને નિરર્થક બોજા રૂપ બને છે. રેત ફાકવાથી ભૂખ ભાંગતી નથી, તેમ એવી ક્રિયાઓથી વિષય-કષાય પાતળા પડતા નથી.
અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલી વિવિધ પ્રકારની આશાઓમાંથી કોઈ પણ આજ્ઞા લઈશુ, તે તે આજ્ઞાની પાછળ એક જ ભાવ રહેલો જણાશે કે કોઈ પણ રીતે વિષય-કષાય નબળા અતિ નબળા પડે! બસ, આ મુખ્ય ધ્વનિ પ્રત્યેક આજ્ઞાની ભીતરમાં ગૂંજે છે. જેન તત્વ રહસ્ય
[ ૧૨૩.