________________
મિચ્છા સામાચારીનું જાણે આંશિક અનુકરણ હય, તેમ નથી લાગતું?
"Yours most obedient servant 'yours faithfully' એ વગેરે શબ્દો તહકાર સામાચારીના શાબ્દિક ઝાંખી રૂપ નથી લાગતા શું?
શબ્દ માત્રથી પણ જ્ઞાનીઓના માર્ગનું આંશિક અનુકરણ પણ વ્યવહારની કેટકેટલી મુશ્કેલીઓને હઠાવનાર તથા કેટકેટલા કાર્યની સુગમતાથી સિદ્ધ કરનાર થાય છે, તે આજે પ્રત્યક્ષ છે.
તે એ ત્રણ સમાચારીનું પાલન, અનંત જ્ઞાની શ્રી જિનેશ્વર પરમાત્માની અનંત હિતકર આજ્ઞા સ્વરૂપ માનીને મન-વચન-કાયા ત્રણેયની શુદ્ધિ પૂર્વક જીવનની પ્રત્યેક પળે-મુનિ જીવનમાં થતું હોય, તે મુનિ જીવનની મહત્તા, ગુણકરતા કે શુભંકરતાનું વર્ણન કેણ કરી શકે ?
મિથ્યા આગ્રહ મિથ્યા દબાણુ, મિથ્યા અભિમાનએ ત્રણે દોષરહિત મુનિ જીવનની આધ્યાત્મિક ગરિમા ખરેજ સ્વ-પર કલ્યાણકારક છે, તેમાં કઈ શંકા નથી.
દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માની પરમ વાત્સત્યમય જીવનપદ્ધતિને સચોટ આવિષ્કાર, આ ત્રણ સામાચારીમાં છે. તેનું તે રીતે પાલન કરવામાં મુનિ જીવનની સાર્થકતા છે.
જેન તવ રહસ્ય
[ ૧૧૧