________________
કેટલાકની એવી કરિયાદ છે, કે જૈન સાધુ કે શ્રાવક જીવનનું' બધુ` સ્વરૂપ સુદર છે, ઉચ્ચ અને આદર્શરૂપ છે. જનાના અહિંસા, સંયમ અને તપ પેાતાની ઉચ્ચતા અને ઉજ્જવળતા ખીાની સમક્ષ આજે પણ જાળવી રહ્યા છે; પરંતુ એક મનુષ્યે ખીજા મનુષ્યની સાથે કેમ વર્તવું, કે એક શ્રાવકે ખીજા શ્રાવક સાથે કેમ વર્તવું, કે એક સાધુએ બીજા સમાન ધમી સાધુની સાથે કેમ વર્તવું, તે સ`ખધી જેવુ જોઇએ તેવુ શિક્ષણ જૈન ધર્મીમાં આપવામાં આવ્યું હોય, તેમ લાગતુ' નથી.
આ ફરિયાદ આજે ઘણાઓની છે પણ તે ખરાખર નથી. જેઓએ પ્રાચીન કે અર્વાચીન પ્રમાણભુત જૈનાચાર્ચીના ગ્રન્થા કે ઉપદેશાના જિજ્ઞાસુ બુદ્ધિથી થાડો પણ પરિચય સાધ્યા હશે કે સાધશે, તેને એ વાત પ્રથમ દૃષ્ટિએ જ પૂરેપૂરી ખ્યાલમાં આવી ગયા સિવાય નહિ રહે. જૈનધર્મમાં જેમ ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુની પીડા વવા માટે સચાટ ઉપદેશ આપવામાં આવ્યેા છે, તેમ પ્રાણીવમાં શ્રેષ્ઠ એવી મનુષ્ય ગતિ અને મનુષ્ય જાતિમાં રહેલા જીવાની સ્વલ્પ પણ પીડાવવા માટે અને તેમને સન્માની પ્રાપ્તિ સર્વ રીતે સુલભ બનાવવા માટે ઘણા ઉત્તમ પ્રકારના માર્ગો પૂરતી ઝીણવટથી તથા જીવનના પ્રત્યેક અંગાના પૃથક્કરણપૂર્વક બનાવેલા છે. તે બધાંના સમાવેશ પૂર્વાચાર્યાએ માર્ગાનુસારીના ન્યાયસંપન્ન વિભવ આદિ ૩૫ ગુણામાં અને દ્રશ્ય શ્રાવકના અક્ષુદ્રત્યાદિ ૨૧ જૈન તત્ત્વ રહસ્ય
૧૦૮ ]