SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પ્રતિમા–પૂજન vvvv આધ્યાત્મિક રહસ્ય, માનસ શાસ્ત્રના સિદ્ધાન્ત અને સર્વોચ્ચ નીતિ નિયમનું પાલન રહેલું છે. તે બધાનાં વિસ્તૃત વિવેચને આગળ શા અને સાથે સંબંધ ધરાવતા અન્ય વિશાળકાય સાહિત્યમાં બુદ્ધિગમ્ય થાય, તે રીતે વર્ણવેલાં છે. વ્યકિતને પિતાને જે વિષયમાં ખરેખર રસ હોય છે. તે વિષયને લગતી સામાન્ય વાતને પણ કેઈ નિર્દેશ કરે છે, તે પણ તે તેમાં તરત તરબોળ થઈ જાય છે. તે પછી સમગ્ર જીવલેકનું કલ્યાણના કરનારા ધર્મના પ્રકાશક શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિની સહેજ વાત પણ સાંભળીને વિવેકી આત્મા, બધાં કામ પડતાં મુકીને એક તેમજ પરવાઈ જાય તેમાં આશ્ચર્ય જેવું શું છે. ' વ્યકિતગત વિચારમાં ગળાબૂડ રહેવું એ અજ્ઞાન અવિદ્યાજન્ય વિકૃત સંસ્કાર છે. જ્યારે સમષ્ટિગત વિચારમાં મનને પરોવવું તે સાચી સમજના ઘરને ઉત્તમ સંસ્કાર છે. આવી સમાજ તેમજ તે મુજબના આચરણનું બળ, ત્રિજગપતિ શ્રી તીર્થકર દેવના ચારે નિક્ષેપાની ભકિત કરવાથી પ્રગટે છે. માટે જૈને શ્રી જિનેશ્વરદેવની ભકિત પાછળ પિતાની શ્રેષ્ઠ શકિત આદિને છાવર કરવામાં અચકાતા નથી. અજ્ઞાનવશ વિરોધ મહાન ઉપકારી, વિશ્વવંદ્ય શ્રી વીતરાગ પરમાત્માની નિર્વિકાર શાન્ત, ધ્યાના વસ્થિત મુદ્રા જગતપુજય છે, સર્વ દુઃખોને એ નાશ કરનારી તથા સર્વ સુખની પ્રાપ્તિનું પરમ નિમિત્ત છે, તે પણ આ જગતમાં તેને પણ વિરોધ કરનારા છે. તેનાથી શ્રદ્ધાળુઓને આંચકે લાગે તે સ્વાભાવિક છે, પણ વસ્તુ સ્વરૂપના અભ્યાસીઓને એથી કંઈ અચંબે થતું નથી કારણ કે અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલા છે આમ ન વર્તે તે તેઓ અજ્ઞાનના પ્રભાવ નીચે છે- એમ શી રીતે માની શકાય ન આવા માન પ્રતિમા અને તેની પૂજાને નિષેધ કરે છે અને તેના સમર્થનમાં મુખ્ય બે દલીલ કરે છે. એક તે પ્રતિમા જ છે. અને બીજી તેની પુજામાં હિંસા રહેલી છે. આ બંને પ્રકારની દલીલને સુયુકિતપૂર્ણ અને હૃદયંગમ જવાબ આ પુસ્તકની સાથે જોડેલી
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy