SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જિન–પ્રતિમા જિનવર સમ ભાખી સૂત્ર ઘણું છેસાખી ! [ આગમને માનનારે પંચાંગીને પણ માન્ય કરવી જ જોઈએ? પ્રતિમાને નહિ માનનારો વર્ગ પણ અમુક આગમને તે માને જ છે. પ્રતિમા, એ શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના રૂપી આકારની સ્થાપના છે, તો આગમ એ શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના અરૂપી. જ્ઞાનને અક્ષરાકારે સ્થાપના છે." શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના સાક્ષાત્ આકારની સ્થાપનાને નહિ માનવાની હિંમત કરી શકનાર વર્ગ પણ તેઓશ્રીના અરૂપી જ્ઞાનની અક્ષરાકાર–સ્થાપના-સ્વરૂપ આગમને નહિ માનવાની હિંમત કરી શકેલ નથી, એ વસ્તુ પણ સ્થાપનાના અપ્રતિહત પ્રભાવને જ સૂચવે છે. મૃતિ અને તેની પૂજાને નિષેધ કરનારે વર્ગ, પીસ્તાળીસ આગમમાંથી પિતાને ઈષ્ટ એવાં બત્રીસ આગમ અને તે પણ મૂળ માત્રને જે માને છે. તેમ માનવા છતાં એ બત્રીસ આગમમાં પણ સ્થાપના-નિપાની કેટલી પ્રબળ વ્યાપકતા રહેલી છે, એ સમજાવવા માટે પરોપકારી શાસ્ત્રકાર-મહષિઓએ એ છે પ્રયાસ કર્યો નથી.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy