SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ e + કકકડ ધ = = મક = = . dજ એ-૧ ગાજર જન્મના, કાન પ્રતિમા–પૂજન આધુનિક સંસ્કૃતિના પૂજકને દુનિયાના પ્રત્યેક સ્થળે અને ગામડેગામડે હાઈસ્કુલ, હોસ્પિટલ – પિષ્ટ ઓફિસ વગેરે સ્થાપવાની અને દાખલ કરવાની જે મહત્ત્વાકાંક્ષા હોય છે, તેના કરતાં અનેક ગુણી મહત્ત્વાકાંક્ષા, શ્રી તીર્થ કર દેના સર્વોચ્ચ ગુણોને પીછાણનારા આત્મા એને, તેઓશ્રીની સ્મૃતિ તાજી રાખનારા મંદિરે અને મૂર્તિઓનું સર્વત્ર પ્રતિષ્ઠાન કરવાની હોય છે. આવી મહત્ત્વાકાંક્ષા સર્વ અપેક્ષાએ હિતકારી ગણાય છે, કારણ કે તેમાં સ્વ પરના હિતની જ એક માત્ર મહેચ્છા હોય છે, લૌકિક કોઈ ઈચ્છાની પૂર્તિની ઝંખાના એમાં રહેલી હોતી નથી. આ * શ્રી તીર્થંકર પરમાત્માના દર્શનથી પ્રજા વંચિત ન રહે, એ માટે આ મોટાં મોટાં તીર્થો બાંધવામાં આવે છે, મોટા મોટા યાત્રા સં છે, મહેસંવે, રથ મહાપૂજા અને એવી બીજી ઘણી ઉત્સાહજનક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એમ કરીને પિતાનું તથા પ્રજાનું શ્રી તીર્થંકરદેવે તરફના માન-બહુમાનનું વલણ જાગૃત કરવા તથા સતત ચાલુ રાખવા શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે. ઉછરતા છોડને જળની જેટલી જરૂર રહે છે, તેના કરતા વિશેષ જરૂર મુમુક્ષુઓને આ પ્રકારના પ્રયત્નોની રહે છે. આ હકીકતના જાણકાર ગુણ આત્માઓ આમ કર્યા સિવાય રહી શકતા જ નથી. ગમે તેવી પ્રવૃત્તિમાં પડેલે માણસ પણ શ્રી જિનભક્તિ મહોત્સવના જીવંત વાતાવરણ વડે રંગાયા સિવાય રહેતું નથી. તેથી જાણ્યે-અજાણ્યે પણ આત્મિક ઉન્નતિને લાયક એવા બીજા પણ તેના આત્મામાં થઈ જાય છે. તે બીજ પલવિત થઈને આગળ ઉપર મોટું સ્વરૂપ પકડી લે છે. - શહેરના રાજમાર્ગો પર નીકળતા રથયાત્રાના વરડાની ભવ્યતા નિરખીને અહોભાવસૂચક જે ઉદ્દગારે, ભક્તિમાં સીધી રીતે નહિ જડયેલા માને પણ કાઢે છે, તેનાથી તેમના આત્મામાં પણ ભકિતનું બીજ વવાય છે. અને ભકતવ તે આવા અવસરને પોતાના જીવનને ધન્ય અવસર માનીને હર્ષવિભોર બની જાય છે. શ્રી જિનમંદિરની અડ-ઉપકારતા શ્રી જિનમંદિર, મુર્તિએ અને તેની પૂજાના મહોત્સવે આમનતિ અને આત્મવિકાસનાં અનન્ય સાધને છે, એ ધાર્મિક જીવનનાં
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy