SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મ ક . * * ની કચેરી ઇ, પ્રકરણ ૧૦ મું ૪૫ શ્રી તીર્થંકરદેવેનું આદર્શ જીવન, બીજાઓમાં રહેલા સઘળા દોષોને તેમજ વિકારેને સ્પષ્ટ જણાવવા દ્વારા યોગ્ય આત્માઓના તે-તે દેષને વધતા અટકાવે છે તથા શમાવી પણ દે છે. - આ જગતમાં જે કાંઈ સારભાગ એટલે કે સારાપણું, ઉજજવળતા કે પવિત્રતાદિ દેખાય છે, તે સર્વે પ્રતાપ સીધી, તેમજ આડકતરી, ઉભય રીતે, શ્રી તીથ કરદેવના અંતિ ઉજજવળ અને પવિત્ર જીવનને જ છે. તે મહાપુરુષની જીનની ભવ્યતા, અસંખ્ય આત્માઓને પોતપોતાના વિકાસ સ્થાન પરથી આગળ વધવામાં અનાયાસે પણ સબળ નિમિત્તરૂપ થયા સિવાય રહેતી નથી. ગુણ ભકતની ભાવના કેવી હોય? સર્વ જીના વિકાસમાં, સર્વ કાળે એક સરખી રીતે ઉપકારક શ્રી તીર્થંકરદેવેને ઉપકાર સ્મૃતિ પટ પર તા રહ્યા કરે, એ વિસરાઈ ન જાય, એ કારણે તે મહાપુરુષની વિદ્યમાનતામાં કે અવિદ્યમાનતામાં, તેઓશ્રી પ્રત્યેની સન્મુખ વૃત્તિ ટકાવી રાખવા માટે, પ્રતિમા અને ચૈત્ય દ્વારા ભક્તિ કરવાની પ્રથા વિવેકી વર્ગમાં સદા કાળ હેય, એમાં લેશ માત્ર નવાઈ નથી." આ જગત ઉપરના તેઓશ્રીના મહાન ઉપકારે સમજદાર આત્માઓને સહજ તેમ કરવા પ્રેરે છે. એ ઉપકારને સમજનારાઓ તેઓ શ્રીની પ્રતિમાના દર્શન કર્યા વિના અનું કે જળને પણ લેતા નથી. આ દિવસ દર્શન ન થાય, તે તે ઉપવાસ કરે છે. હંમેશાં ત્રિકાળ દર્શન અને સાત વાર રમૈત્યવંદન કરવાની તેઓ ફરજીઆત પ્રતિજ્ઞા ધારણ - - - - - - - - - - - - - - ** - - - કરો - મા : - શ્રી તીર્થકરદેવ તરફની આવી મહાન પૂજ્યભાવનાના બળના પરિણામે ઠેર-ઠેર અતિ ભવ્ય અને મનોહર જિનાલયે સ્થાપિત થાય છે અને તેમાં સંખ્યાબંધ મૂર્તિઓ પ્રતિષ્ઠિત થાય છે. મોટાં શહેરે, કલ્યાણક સ્થળે અને બીજાં પણ મહત્વનાં કે સામાન્ય સ્થળોમાં સંખ્યાબંધ મંદિરે અને પ્રતિમાઓ એથી અસ્તિત્વમાં આવે છે. વિવેકી આત્માએ સમસ્ત પૃથ્વી શ્રી જિનમંદિરોથી મંડિત થઈ જાય, એવી સુભગ પળની હૃદયમાં હંમેશાં ઝંખનો કર્યા કરે છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy