SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પ્રતિમા–પૂજન કઈ કહેશે કે, ગ્રન્થોથી તે જ્ઞાન થતું પ્રત્યક્ષ અનુભવાય છે, પણ મૂર્તિથી જ્ઞાન થતુ કયાં અનુભવાય છે? તેને ઉત્તર એ છે કેગ્રન્થથી જ જ્ઞાન થતું અનુભવાય છે, તે પણ કોને ? જે ગ્રન્થને સમજવામાં સમર્થ છે તેને, બધાને નહિ. ગાય, ભેંસ, શ્વાન વગેરેને ગ્રન્થથી કેમ જ્ઞાન નથી થતું? ગામડાના અભણ મનુષ્યને ગ્રન્થથી કેમ જ્ઞાન નથી થતું? મૂર્તિ સંબંધમાં પણ એમ જ છે. જેમ ભાષા ભણવામાં અનેક પગથિયાં છે અને કેટલાંક પગથિયાં ચઢી આવનારને જ ભાષાનું જ્ઞાન થાય છે અને ગ્રન્થને સમજવાનું બળ આવે છે. પણ કક્કો કે બારાક્ષરી ભણી ઉતરનારને પ્રૌઢ લેખો સમજવાનું બળ આવતું નથી. તેમ મૂર્તિને ચંદન, પુષ્પ ચડાવનારને કે પગે લાગનારને જ મૂર્તિનાં સઘળાં રહસ્યને જાણવાનું પૂરૂં બળ આવતું નથી. હાલ લોકમાં જે મૂતિ પૂજા ચાલે છે. તે તે મૂર્તિપૂજનની પહેલી કે બીજી ચોપડી છે. એનાથી આગળ વધવાનું છે. જેઓ વૈર્યથી પહેલા પગથિયાને ઓળંગી ઉપરનાં પગથિયાં ચઢતા જાય છે, તેઓને મૂર્તિપૂજાને અલભ્ય લાભ પ્રાપ્ત થયા વિના રહેતું જ નથી. મૂર્તિપૂજાના પહેલા પગથિયાનું કર્તવ્ય પણ જેઓ બરાબર બજાવતા હોય છે, તેઓનું અંતઃકરણ, મૂર્તિપૂજન નહિ કરનાર કરતાં વધારે સાત્વિક અને સમાધાન વાળું હોય છે. આગળના પગથિયાને તેને બંધ કરાવનાર કંઈ મળ્યું નથી, તેથી તે ત્યાંને ત્યાં અટકી રહ્યો છે. પરંતુ જો તેને ત્યાં કઈ બેધ કરાવનાર મળે અને તે પ્રયત્ન સેવે, તો તત્ત્વજ્ઞાનમાં ઘણે આગળ વધ્યા સિવાય રહે નહિ. મૂર્તિપૂજન નહિ કરનારનું અંત:કરણ ભક્તિશૂન્ય, તામસી, અનિર્ણિત, ગોટાળાવાળું અને ઢંગધડા વિનાનું હોય છે. જ્યારે મૂર્તિને પૂજનારમાં સાત્વિકતા, ભક્તિ અને અધિક સમાધાનવાળી મનોવૃત્તિ હોય છે, એવી મૂતિને ન માનનારમાં ઓછી સંભવિત છે. પરમેશ્વરનું જ્ઞાન કેવળ શાસ્ત્રોમાંથી તેમના સ્વરૂપને જાણવા માત્રથી થતું નથી, પણ અનુભવવાથી થાય છે. જેણે નારંગી ખાધી નથી. તેની આગળ નારંગીનું ગમે તેટલું વર્ણન કરવાથી પણ નારંગીના સ્વાદનું તેને અંશે પણ ભાન થતું નથી. સ્થૂલ વસ્તુઓમાં જ્યારે આમ થાય છે, ત્યારે સૂફમમાં તો તેમ થાય તે સ્વાભાવિક છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy