SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩ મું ૨૨પ પણ ભાગ્યે જ કરી શકે તેમ છે. ત્રણ ચાર શબ્દથી બનેલા એક જ સૂત્રથી સેંકડો પૃષ્ઠોમાં સમાય તેટલો અર્થ દર્શાવવામાં પૂર્વ ઋષિમુનિઓ કેવા વિજયી નીવડયા છે, તે વિશ્વ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે ગૂઢ રહસ્યને દર્શાવનારા સંકેત જવામાં અગાધ બુદ્ધિ બળની આવશ્યકતા છે. અસાધારણ બુદ્ધિના નિધાન પૂર્વ–મહર્ષિ પ્રણવ જે એક જ સંકેત છને અટક્યા નથી; પણ અસંખ્ય ભેદવાળી પ્રકૃતિને મનુષ્યને જોઈને તે સર્વને જ્ઞાનના માર્ગમાં આપી લાવવા માટે, સેંકડો સંકેત જવા પ્રયત્નશીલ થયા છે અને સંકેત. જવામાં તેમના આ પ્રબળ પ્રયાસના પરિણામે જ અસંખ્ય ભેદવાળી અક્ષરાદિની તથા પાષાણાદિની મૂતિઓ દષ્ટિગોચર થાય છે. આથી એ સ્પષ્ટ થાય છે કે મૂર્તિઓ ઈશ્વરના સ્વરૂપને અથવા જ્ઞાનનાં ઊંડા રહસ્યોને ન સમજવાથી અથવા કેટલાક કહે છે તેમ મનુષ્યની બુદ્ધિની બાલ્યાવસ્થા હતી તે સમયમાં નીકળી છે, એમ નથી; પણ ઈશ્વરના સ્વરૂપને અને જ્ઞાનનાં ઊંડાં રહસ્યોને સમજ્યા પછી બુદ્ધિની પ્રૌઢ અવસ્થામાં નીકળી છે.' એ વાત કેટલાક અંશે સાચી છે કે, આજે મૂર્તિઓ રહી છે, પણ એ મૂર્તિઓથી જે રહસ્ય સૂચવાય છે, તે રહસ્યને શોધી કાઢવાની કળાને મોટે ભાગે લોપ થયે છે; પણ તેમાં મૂતિઓને શે દેષ કે તેમનું ખંડન કરવું ? કઈ ગૂઢ ભાષામાં લખેલા ગ્રન્થો આપણું અજ્ઞાનથી આપણને ન સમજાય, માટે તે ભાષા સમજવાનો પ્રયત્ન કરે એ વધારે યોગ્ય છે. કે તે ગ્રન્થને ઢગલો કરી તેની હેળી સળગાવવી એ ગ્ય છે? ગ્રન્થમાં અક્ષરો અને શબ્દની ગૂંથણી વડે જ્ઞાન સૂચવવામાં આવ્યું છે અને મૂતિઓમાં તેમની આકૃતિ વગેરેથી સૂચવવામાં આવ્યું છે. પણ બંને જ્ઞાનને સૂચવનારા સંકેત છે. એક અપેક્ષાએ મૂતિ ગ્રન્થ કરતાં પણ વધારે ઊંચા અનુભવ જ્ઞાનને સૂચવનારી છે. મૂર્તિને વિધિ-બહુમાન પૂર્વક ઉપયોગ કરનાર, એ વાતને સારી રીતેં જાણી શકે છે. તો પછી ગ્રન્થોને જ્ઞાનનાં સાધન ગણવાં અને મૂર્તિને અજ્ઞાન વધારનારી તથા બુદ્ધિને જડ કરનારી ગણવી એ કેટલી મોટી ભૂલ છે? ' -- - -
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy