SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ મરામાન નવા નવા કાળા ર૦ પ્રતિમા પૂજન, તાત્પર્ય કે ઉત્તમ દ્રવ્ય અને ભાવપૂર્વકની શ્રી જિનપૂજા એ તે મોક્ષની વામા પલાસી છે. શુભ પુર્ણયને હસી કાઢવાની વાતમાં જરા પણુંચાયા સિવાય તેનાથી મળતા સાક્ષાત્ અને પરંપરક ફળને ધ્યાનમાં લઈને હંમેશાં ઉત્તમ દ્રવ્ય અને ભાવપૂર્વક તેવા પુણ્યને બંધ કરાવનાર શ્રી જિનપૂજામાં સ્વ–સમયને શ્રેષ્ઠ સદુપયોગ આપણે કર જોઈએ. પ્રશ્ન- ૭૯–દેવ દર્શનાદિમાં સમય ગાળવા કરતાં જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય કે સામાયિકાદિમાં સમય ગાળવાથી વિશેષ લાભ થાય કે નહિ ? ઉત્તર – આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે શ્રી જિનમતમાં દરેક વસ્તુ પિતપોતાના સ્થાને એક સરખી પ્રધાનતા અને ઉપયોગિતા ધરાવે છે. જ્ઞાનાધ્યયનથી નિરપેક્ષ સામાયિક અને સામાયિકથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન જેમ નિષ્ફળ છે, તેમ દેવદર્શનથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન કે સામાયિક પણ નિષ્ફળ છે. I જે જ્ઞાન ભણવા છતા સામાયિકનો ભાવ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન જેમ સફળ નથી, તેમ જે જ્ઞાન ભણવા છતાં દેવભક્તિના ભાવ ઉત્પન્ન થાય તે જ્ઞાન પણ નિષ્ફળ જે છે જેમ જ્ઞાન રહિત સામાયિક કિમત વિનાનું છે, તેમ દેવભક્તિ રહિત જ્ઞાન કે સામાયિક પણ કિંમત વિનાના છે. અથવા શ્રી જિનમતમાં જેમ સમ્યક્દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યગ્ર જ્ઞાનમાં દર્શન અને ચારિત્ર તથા સમ્યફ ચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદર્શન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદર્શન તથા દેવદર્શનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનારો એકને પણ શુદ્ધ રીતે સ્વીકારી શકતો નથીએકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી, દેવદર્શનને છોડી દેવાથી સમ્યગ જ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકાતું નથી. જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી થતા આ શ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘેર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિન મતમાં .* * જ છે. - જરા મારn * = *** , જcurat # નામક નામનાક
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy