SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ મુ ૨૧૧ અજ્ઞાન અને અવિરતિથી જેમ કમને આશ્રવ અને બંધ માનેલા છે, તેમ મિથ્યાત્વથી પણ કમેને આશ્રવ અને બંધ માનેલે છે.” મિથ્યાત્વના આશ્રવને અને બંધને અટકાવવાનું કાર્ય એકલા જ્ઞાન કે ચારિત્રથી થતું નથી. કિંતુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. દેવદર્શન એ દેવભક્તિનું પરમ પ્રધાન અંગ છે. એ વિના દેવને નમન-વંદન-અર્ચને પૂજન આદિકાઈ પણ થઈ શકતું નથી. એ કારણે દીર્ઘદશ જ્ઞાની મહર્ષિઓએ આબાલવૃદ્ધ સર્વને ઉપકારક દેવદશનની પવિત્ર ક્રિયા નિરંતર કરવા માટે અત્ય ત ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે. જેનાથી બીજું કાંઈ પણ ન બની શકતું હોય, તે પણ શ્રદ્ધાપૂર્વક નિરંતર દેવદર્શનની ક્રિયામાં રત રહે અને તેને ન છોડે, તે તેને ઉદ્ધાર પણ કાળક્રમે શક્ય છે. મિથ્યાત્વરૂપી જળથી અને દુરાગ્રહરૂપી જળજંતુઓથી ભરેલા આ ભવસાગરને તરી જવા માટે તે પણ મજબૂત એક પાટિયું છે. અપૂજ્યની પૂજા અને પૂજ્યની અપૂજા કરીને જીવે આ સંસારમાં જે કર્મ-સંચય કર્યો છે, તેનું પ્રક્ષાલન કરવા માટે દેવદર્શન અને ‘દેવપૂજન' સમાન બીજું કઈ પવિત્ર જળ નથી. મિથ્યાત્વ એ પરમ રેગ છે, પરમ અંધકારે છે, પરમ શત્રુ છે અને પરમ વિષ છે. દેવદર્શન અને દેવપૂજા એ મિથ્યાત્વ-રોગને પ્રતિકાર કરવા માટે પરમ ઔષધ છે. મિથ્યાત્વરૂપી એ ઘકારનુભિયારણ કરવા માટે એ પરમ દીપક છે. મિથ્યાત્વરૂપી શત્રુનો સમૂળ ઉછેદ કરવા માટે એ પરમ શસ્ત્ર છે અને મિથ્યાત્વરૂપી વિષને નાશ કરવા માટે એ. પરમ અમૃત છે. મિથ્યાત્વ-રેગથી મુક્ત થવા માટે, મિથ્યાત્વ-અંધકારને ટાળવા માટે, મિથ્યાત્વ શત્રુને ઉછેદ કરવા માટે અને મિથ્યાત્વ વિષનો નાશ કરવા માટે દેવદર્શનરૂપી ઔષધ, દીપક, શસ્ત્ર અને અમૃતને ઉપગ કર્યા સિવાય આજ સુધી કોઈને ચાલ્યું નથી, વર્તમાનમાં ચાલતું નથી અને ભવિષ્યમાં ચાલવાનુંય નથી, એ સત્યને સ્વીકાર કરીને સહુએ આ મેદ્ધાર માટે દેવદર્શનાદિ ધર્મ ક્રિયામાં અધિકાધિક રસિકતા કેળવવી જોઈએ. ભવ-રસિકતાને અંત આણવાને એ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે.
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy